Ancient India's Imprints and Influence on the World – Nitin Mehta

સાઉથ લંડનના ક્રોયડન ખાતે રહેતા જાણીતા ભારતીય અગ્રણી અને શાકાહારના પ્રસાર પ્રચારમાં અગ્રેસર એવા નીતિનભાઇ મહેતા દ્વારા લખાયેલ ‘એન્શીયન્ટ ઇન્ડિયાઝ ઇમ્પ્રિન્ટ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ઓન ધ વર્લ્ડ’ પુસ્તકનું તાજેતરમાં જ વિશ્વવ્યાપી વિમોચન કરાયું હતું.

આ પુસ્તક ભારતીય સંસ્કૃતિના અમરત્વ પરનો ઊંડાણપૂર્વક અને પ્રબુદ્ધ દેખાવ, ઇતિહાસ તથા પ્રાચીન ભારતની વિશ્વ પરની છાપ અને પ્રભાવને પ્રસ્તુત કરે છે અને તે આધુનિક વિશ્વમાં પ્રાચીન ભારતની અસર પર પ્રકાશ પાડે છે. આ પુસ્તક દર્શાવે છે કે વિજેતાઓના સતત આક્રમણ બાદ પણ ભારત અપરિવર્તિત રહ્યું છે.

આધુનિક વિશ્વ પર પ્રાચીન ભારતની નોંધપાત્ર અસરમાં આધુનિક ગણિત, દવા, ફિલસૂફી, આધ્યાત્મિકતા, કળા અને સાહિત્ય, સંઘર્ષ નિવારણ, યોગ અને ધ્યાન જેવી પ્રેક્ટિસના યોગદાનનો સમાવેશ થાય છે. દશાંશ પદ્ધતિ, શૂન્ય, આયુર્વેદ અને આરોગ્ય સંભાળમાં પ્રભાવશાળી રહ્યા છે. અહિંસા, આત્મ-અનુભૂતિ, કર્મ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના સિદ્ધાંતોએ સામાજિક ન્યાય ચળવળોને પ્રેરણા આપી છે. પ્રાચીન ભારતીય મહાકાવ્યોએ વૈશ્વિક સ્તરે લેખકો અને કલાકારોને પ્રભાવિત કર્યા છે, અને યોગ અને ધ્યાન હવે આધુનિક સુખાકારી પ્રથાઓનું અભિન્ન અંગ બન્યા છે.

પ્રાચીન ભારતના આ જાણીતા યોગદાનો સત્ય હોવા છતાં વિજેતાઓ દ્વારા તેને હેતુપૂર્વક છુપાવીને ફરીથી લખાયા હતા. લેખક નીતિન મહેતાએ આ સત્યો પર પ્રકાશ પાડી તથ્યોને ઉજાગર કર્યા છે. જેથી યુવા પેઢી અને સમગ્ર વિશ્વના લોકો ભારતની આ શક્તિનો પરિચય મેળવે.

ભારતીય શાળાઓના અભ્યાસક્રમનો ભાગ હોવું જોઈએ તેવા આ પુસ્તકમાં નીતિન મહેતાએ કઇ રીતે આક્રમણો દ્વારા ભારતના સમૃદ્ધ વારસાને દબાવી દેવાયો, તેની સુપ્રસિદ્ધ સંપત્તિ લૂંટી લેવાઇ અને કબજેદારો દ્વારા ઇતિહાસ ફરીથી લખવામાં આવ્યો તે જણાવ્યું છે. માનવ સંસ્કૃતિના લગભગ દરેક પાસાઓ પર અમૂલ્ય જ્ઞાન ધરાવતા પવિત્ર ગ્રંથો અને હસ્તપ્રતોનો નાશ કરાયો હતો. આ પુસ્તક એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં છુપાયેલા પ્રાચીન ભારતના પ્રભાવને શોધે છે.

આ પુસ્તકમાં ભારતીય સંસ્કૃતિની અમરતાના રહસ્ય અહિંસાનો ઉલ્લેખ કરીને તમામ જીવો પ્રત્યેની બહાદુરોની અહિંસા, શાંતિવાદ, કરુણાના પાસાઓને પણ રજૂ કરાયા છે. ભારત હવે ફરીથી વિશ્વ ગુરૂ બનવાના ઉંબરે છે ત્યારે તેના મૂલ્યો વધુને વધુ અસ્થિર અને હિંસક વિશ્વને માર્ગદર્શન આપશે એમાં કોઇ બેમત નથી અને હવે ભારત માનવજાત પ્રત્યેની તેની જવાબદારીઓ નિભાવશે.

લેખક પરિચય

નીતિન મહેતા, MBE, કેન્યાના કિસુમુમાં જન્મ્યા હતા. તેઓ અસ્ખલિત સ્વાહિલી, ગુજરાતી, હિન્દી અને પંજાબી બોલી શકે છે. આઠ વર્ષની ઉંમરે તેઓ માતા-પિતા સાથે કેન્યાથી ભારત ગયા હતા અને તે વખતે ભારતની તેમના પર પડેલી છાપ હજુ તેમના માનસ પર અકબંધ છે. નાની ઉંમરે યુકે આવેલા નીતિનભાઇ તે પછી ભારતના દાર્શનિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા હતા. નીતિનભાઇ યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટીના અઘ્યક્ષ છે અને વર્ષોથી યોજાતા ક્રિસમસ લંચ માટેના તેમના કાર્યક્રમોથી જાણીતા છે.

સંપર્ક: નીતિન મહેતા ઈમેલ: [email protected]

Book: Ancient India’s Imprints and Influences on the World

Author: Nitin Mehta

Publisher: Motilal Banarsidass Publishing House

Price: ₹ 695.00

LEAVE A REPLY