ફ્રાંસમાં યોજાયેલ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રી અનસુયા સેનગુપ્તાએ ઇતિહાસ રચ્યો છે. તેણે આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમવાર શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મેળવ્યો હતો. અનસુયા મૂળ કોલકાતાની વતની છે અને તે અત્યારે ગોવામાં રહે છે, તેને આ એવોર્ડ ફિલ્મ ‘શેમલેસ’ માટે મળ્યો હતો. આ ફિલ્મનું ડાયરેક્શન બલ્ગેરિયાના કોન્સ્ટેન્ટિન બોજાનોવે કર્યું હતું. અનસૂયાને ફેસ્ટિવલના અનસર્ટન રિગાર્ડ કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. આ સન્માન મળ્યા પછી અનસુયાએ જણાવ્યું હતું કે, “તમામ લોકોને સમાનતા માટે લડત આપવા માટે તમારે સમલૈંગિક હોવું જરૂરી નથી. આપણે માત્ર સંસ્કારી લોકો બનવું જરૂરી છે.” તેણે અભિનંદન પાઠવવા બદલ પોતાના ચાહકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અનસૂયા સેનગુપ્તા મુંબઈમાં પ્રોડક્શન ડિઝાઇનર તરીકે જાણીતી છે. તેણે ઓટીટી પરના શો ‘મસાબા મસાબા’નો સેટ ડિઝાઇન કર્યો હતો.

LEAVE A REPLY