નવી જનરેશનની અભિનેત્રી અને વિતેલા જમાનાના અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા અત્યાર સુધીમાં ફિલ્મોમાં કંઇ ખાસ સફળ થઇ શકી નથી. આ ઉપરાંત તેનો ચાહક વર્ગ પણ મોટો નથી. લોકો એમ પણ કહેતા હોય છે કે, તેને પિતા ચંકી પાંડેને કારણે તેને ફિલ્મોમાં કામ મળી રહ્યું છે. તેના જેવા સ્ટારકિડ્ઝના ગોડફાધર કરણ જોહરે હવે અનન્યાની કારકિર્દીને ડિજિટલ પ્લેટફોર્મ પર આગળ વધારવા માટે તેમાં તકઆપવાનું નક્કી કર્યું છે.
કરણ જોહરની કંપની ‘કોલ મી બેઈ’ નામની ઓટીટી સિરીઝનું નિર્માણ કરી રહી છે, જેમાં અનન્યા પાંડે શીર્ષક ભૂમિકામાં છે. અનન્યાની ભૂમિકા એક ધનવાન પરિવારે કાઢી મુકેલી છોકરીની છે. આ સીરિઝનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થશે અને આવતાં વર્ષે તે રિલીઝ થશે. સીરિઝ માટે અન્ય કલાકારોની પસંદગીનું કામ અત્યારે થઇ રહ્યું છે. પરંતુ, અનન્યા જ સમગ્ર સીરિઝના કેન્દ્રમાં રહેશે. અનન્યાને તાજેતરમાં રજ થયેલી ‘લાઈગર’ ફિલ્મની સફળતાની બહુ આશા હતી પરંતુ તે ફિલ્મ સાવ ફ્લોપ ગઇ છે. કરણ જોહરે જ અનન્યાને સ્ટૂડન્ટ ઓફ ધી યર ટૂ થી લોન્ચ કરી હતી. જોકે, એ પછી તે ખાસ લોકપ્રિય બની નથી કે તેના નામે કોઈ ફિલ્મ વેચાતી નથી. ‘લાઈગર’ની નિષ્ફળતા બાદ તેને સાઉથના કેટલાય પ્રોજેક્ટસમાંથી પણ પડતી મુકવામાં આવી છે.