સિટી ગ્રુપના નવા કન્ઝ્યુમર બેન્કીંગ હેડ તરીકે નવા વરાયેલા સીઈઓ જેન ફ્રેઝરે કંપનીના ટોચના લેફ્ટનન્ટ આનંદ સેલ્વાની વરણી કરી છે.
સુશ્રી જેન ફ્રેઝર, હાલમાં સિટી ગ્રુપની કન્ઝ્યુમર બેંકના વડા છે, જ્યારે માઇકલ કોર્બેટ નિવૃત્ત થશે ત્યારે ફેબ્રુઆરીમાં તેઓ સીઈઓ બનશે. કન્ઝ્યુમર બેંકને લાંબા સમયથી એક એવા ક્ષેત્ર તરીકે જોવામાં આવે છે જ્યાં સિટી ગ્રુપ પોતાના નફામાં વધારો કરી શકે છે. શ્રી સેલ્વા યુ.એસ. કન્ઝ્યુમર ઓપરેશન્સ, જેમાં રિટેલ બેંક અને ક્રેડિટ કાર્ડ બંને સામેલ છે તેના માટે 2018થી સેવા આપી રહ્યા છે.
1991થી સિટી ગ્રુપમાં ફરજ બજાવતા શ્રી સેલ્વા અગાઉ સિટી ગ્રુપ માટે એશિયામાં હતા ત્યારે ડિજિટલ કન્ઝ્યુમર ઓફર માટે સેવા આપતા હતા. તેમણે નવી બેંકિંગ પ્રોડક્ટ્સ બનાવવા માટે ગૂગલ અને અમેરિકન એરલાઇન્સ ગ્રુપ ઇંક. સાથે કરાર કર્યા હતા. લાંબા સમયથી ચીફ રિસ્ક અધિકારી તરીકે સેવા આપતા બ્રાડ હુ વર્ષના અંતમાં પદ છોડશે.