યોર્કમાં મહારાજા કિંગ ચાર્લ્સ પર ઇંડુ ફેંકવાના બરાબર એક મહિના પછી મંગળવારે તા. 6 ના રોજ લુટનમાં સેન્ટ જ્યોર્જ સ્ક્વેર ખાતે બીજી વખત ઈંડું ફેંકવામાં આવ્યું હતું. બેડફોર્ડશાયર પોલીસે સામાન્ય હુમલા માટે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમના અંગરક્ષકોએ ઝડપથી દરમિયાનગીરી કરી રાજાને દૂર ખસેડ્યા હતા.
હવે કસ્ટડીમાં રખાયેલા 74, વર્ષના કિંગ ચાર્લ્સ આ ઘટનાથી અસ્વસ્થ થયા હતા અને એક અલગ વિસ્તારમાં ખસેડ્યા પછી ઝડપથી લોકો સાથે હાથ મિલાવવાનું શરૂ કર્યું.
આ અગાઉ યોર્કમાં એક વ્યક્તિએ ‘આ દેશ ગુલામોના લોહી પર બાંધવામાં આવ્યો છે’ એવી બૂમો પાડીને ચાર ઈંડા ફેંક્યા હતા. વિરોધ કરનાર 23 વર્ષીય પેટ્રિક થેલવેલ તરીકે ઓળખવામાં આવ્યો હતો. તે લુપ્ત બળવાખોર કાર્યકર હતો અને એક સમયે ગ્રીન પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભો રહ્યો હતો. રોયલ ફેમિલીએ આ પહેલા પણ આવા વિરોધનો સામનો કર્યો છે.
2002માં રાણી નોટિંગહામની મુલાકાતે ગયા હતા ત્યારે રાણીની કાર પર ઈંડા ફેંકાયા હતા. જ્યારે ડબલિનમાં 1995ના વોકઅબાઉટ દરમિયાન ચાર્લ્સને પણ નિશાન બનાવાયા હતા.