પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં મંદિરોમાં લૂંટફાટ અને તોડફોડની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને ખાલિસ્તાની અલગતાવાદીઓ સક્રિય છે ત્યારે હિન્દુ મંદિરને ટાર્ગેટ બનાવામાં આવે છે. સપ્ટેમ્બર પછી ઓછામાં ઓછા છ મંદિરોમાં ચોરીના કિસ્સા બન્યાં હતા.  

ડરહામ રિજનલ પોલીસે જણાવ્યું હતું કે એક પછી એક એમ ત્રણ મંદિરો તૂટ્યા બાદ તેઓ શંકાસ્પદને શોધી રહ્યા છે. રવિવારેઆશરે 12.45 વાગ્યે પિકરિંગના એક મંદિરમાં લૂંટફાટ થઈ હતી. સિક્યોરી સર્વેલાન્સના વીડિયો મુજબ એક પુરૂષ મંદિરમાં પ્રવેશ્યો હતો અને દાન પેટીઓમાંથી મોટી માત્રામાં રોકડ લઈને રફૂચક્કર થઈ ગયો હતો. થોડા સમય પછી એટલે કે આશરે 1:30 વાગ્યેપિકરિંગમાં પણ લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. આશરે એક કલાક પછી જ આ વ્યક્તિએ એજેક્સમાં મંદિરમાં ઘૂસી ગયો  હતો અને દાન પેટીમાંથી મોટી રકમની રોકડ ચોરી કરી હતી.  

ગ્રેટર ટોરોન્ટો એરિયા (જીટીએ)માં અન્ય ત્રણ મંદિરો તોડવામાં આવ્યા હતો. 9 સપ્ટેમ્બરે ચિંતપૂર્ણી મંદિર18 સપ્ટેમ્બરે કેલેડોનમાં રામેશ્વર મંદિર અને 4 ઓક્ટોબરે મિસીસૌગામાં હિન્દુ હેરિટેજ સેન્ટર લૂંટવામાં આવ્યું હતું. 

LEAVE A REPLY