3 more directors of Amul Dairy joined BJP
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ તમામ વેરિઅન્ટમાં દૂધના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે.GMCCF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમૂલ પાઉચ દૂધ (તમામ વેરિઅન્ટ્સ)ના ભાવમાં 3 ફેબ્રુઆરીથી ભાવવધારો અમલી બનશે.

કંપનીએ રેટ લિસ્ટ બહાર પાડ્યું છે, જે મુજબ અમૂલનું અડધુ લીટર તાજું દૂધ 27 રૂપિયામાં મળશે. જ્યારે એક લીટરનું પેકેટ રૂ.54માં મળશે. અમૂલ તાજા ર લીટરનું પેકેટ હવે તમને 108 રૂપિયામાં મળશે. પહેલાથી જ લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે ત્યારે દૂધના ભાવમાં વધારો લોકોની સવારની ચાની મજા પણ બગાડી શકે છે. ગત 10 મહિનામાં દૂધના રેટમાં 9 રુપિયા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. અગાઉ આ રીતે ક્યારેય ભાવમાં વધારો થયો નહોતો. છેલ્લે દૂધના કિંમતોમાં 8 રૂ. પ્રતિલીટરનો વધારો 2013ની એપ્રિલ અને મે 2014 વચ્ચે કરાયો હતો.

LEAVE A REPLY