(Photo by STRDEL/AFP via Getty Images)

સમાજવાદી પાર્ટીએ પીઢ અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચનને રાજ્યસભામાં સતત પાંચમી મુદત માટે ઉમેદવાર બન્યા છે. જયા 2004થી સપાના સભ્ય છે. તેમણે 13 ફેબ્રુઆરીના રોજ પોતાનું ઉમેદવારી પત્ર સબમિટ કર્યું હતું. અહેવાલો અનુસાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જયાએ જાહેર કર્યું કે તેમની અને તેમના પતિ અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ રૂ. 1,578 કરોડ છે.

જયા બચ્ચનની ચૂંટણી એફિડેવિટ મુજબ 2022-23માં  જયા બચ્ચનની કુલ સંપત્તિ રૂ.1.64 કરોડ છે અને અમિતાભ બચ્ચનની રૂ. 273.75 કરોડ હતી. જયા અને અમિતાભ પાસે કુલ રૂ.849.11 કરોડની જંગમ સંપત્તિ અને રૂ.729.77 કરોડની સ્થાવર સંપત્તિ છે. જયા બચ્ચનનું બેંક બેલેન્સ 10,11,33,172 રૂપિયા છે, જ્યારે અમિતાભ બચ્ચનનું બેંક બેલેન્સ 120,45,62,083 રૂપિયા છે. તેમની પાસે રૂ.40.97 કરોડની જ્વેલરી અને રૂ.9.82 લાખની કિંમતનું ફોર વ્હીલર છે.

અમિતાભ બચ્ચન એક સમયે રાજીવ ગાંધી સાથેની મિત્રતાના કારણે રાજકારણમાં આવ્યા હતા અને કોંગ્રેસના નેતા બન્યા હતા. ત્યાર પછી તેમણે રાજનીતિ સાથે એક રીતે છેડો ફાડી લીધો હતો. પરંતુ આગળ જતા જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના ટેકેદાર બન્યા અને હાલમાં રાજ્ય સભાના સભ્ય છે. જયા બચ્ચન પાંચમી વખત સમાજવાદી પાર્ટીના સાંસદ તરીકે રાજ્યસભામાં જવાના છે. તેઓ પોતાને દેશની અડધી વસતીના પ્રતિનિધિ ગણાવે છે.

 

LEAVE A REPLY