બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર કોરોના પોઝિટિવ આવ્યા હતા. મંગળવારે રાત્રે અમિતાભ બચ્ચને પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની માહિતી આપતાં તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરી હતી.
બચ્ચને ટ્વિટ કરતાં લખ્યું, “મારો કોરોના રિપોર્ટ હમણાં જ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા અને આસપાસ રહેતા લોકોને વિનંતી છે કે તેઓ પણ પોતાનો ટેસ્ટ કરાવી લે.”અમિતાભ બચ્ચન હાલ ‘કૌન બનેગા કરોડપતિ 14’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે, સેટ પર શૂટિંગ દરમિયાન પૂરતી તકેદારી રાખવામાં આવે છે.
બચ્ચન પહેલા પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા હતા. કોરોના મહામારીના શરૂઆતના તબક્કામાં જ એટલે કે જુલાઈ 2020માં સંક્રમિત થયા હતા. એ વખતે તેઓ લગભગ બે અઠવાડિયા સુધી નાણાવટી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. એ વખતે અમિતાભ બચ્ચન ઉપરાંત દીકરો અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.