હૈદરાબાદમાં પ્રોજેક્ટ Kનું શૂટિંગ કરતી વખતે અભિનેતા અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતા. તેમને જમણી પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા હતા. 80 વર્ષીય સ્ટારે એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે સેટ પર તેની એક્શન શોટ દરમિયાન તેમને આ ઇજા થઈ હતી.
તેમણે હૈદરાબાદમાં તબીબી સારવાર મેળવી હતી અને હવે તે મુંબઈમાં તેના ઘર જલસામાં સ્વસ્થ થઈ રહ્યા છે અને આરામ કરી રહ્યાં છે. તેમણે સંપૂર્ણ સ્વસ્થ થતાં થોડા અઠવાડિયા લાગશે. આ ઇજા પીડાદાયક હોવાનું પણ બીગ બીએ જણાવ્યું હતું. તેમણે ચાહકોને હંમેશની જેમ જલસાની બહાર એકઠા ન થવાની વિનંતી કરી હતી.
તેમની પોસ્ટમાંઅમિતાભ બચ્ચને લખ્યું: “હૈદરાબાદમાં પ્રોજેક્ટ K ના શૂટ વખતે એક એક્શન શૉટ દરમિયાન, મને ઈજા થઈ હતી – પાંસળી તૂટી ગઈ હતી અને જમણી પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા હતા, શૂટીંગ રદ કર્યું હતું, ડૉક્ટરની સલાહ લીધી અને સ્કેન કર્યું. હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલમાં સીટી સ્કેન કરીને અને ઘરે પાછા ફર્યા હતા. સ્ટ્રેપિંગ કરવામાં આવ્યું છે અને આરામની સલાહ આપવામાં આવી છે. હા પીડાદાયક છે. હલનચલન અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સામાન્ય થવામાં થોડા અઠવાડિયા લાગશે. પીડા માટે કેટલીક દવાઓ પણ ચાલુ છે.”