અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે કોરોના આઉટબ્રેક પછી સતત તેનાથી જોડાયેલી વાતો પોસ્ટ કરે છે. હવે તેમણે ફરી એક ટ્વિટ કર્યું છે, જેમાં લખ્યું છે કે, તેઓ ઇચ્છે છે કે, કોરોનાની ટ્રિટમેન્ટ માટે આયુષ મિનિસ્ટ્રી (હોમિયોપેથી) આગળ આવે. જોકે આ પહેલા પણ તેઓ કોરોનાની પોસ્ટને કારણે ટ્રોલ થઇ ચુક્યા છે. આ પહેલા તેમણે બે ગલત જાણકારી ટ્વીટ કરી ચુક્યા છે અને ટ્રોલ થયા પછી તેમણે તે પોસ્ટ ડિલીટ કરવી પડી છે.
અમિતાભે ટ્વિટ કર્યું હતું કે, હોમિયોપેથીથી ફાયદા થતા હોવાથી હું આયુષ મિનિસ્ટ્રીને કોરોનામાંથી છુટકારો આપવાના પ્રયાસ કરવા માટે ઉત્સાહિત છું. હું પ્રાર્થના કરું છું કે ભારતઆવી મહામારીથી બચાવ કરવા માટે વિશ્વગુરૃ સાબિત થાય. અમિતાભની આ પોસ્ટ લોકોને પસંદ પડી નથી અને તેમણે બિગ બીને ટ્રોલ કરવાનું શરૃ કરી દીધું છે. આ પહેલા પણ અમિતાભે એક વોટ્સઓપ ફોરવર્ડ કર્યો હતો.
ટ્વીટ દ્વારા વોટ્સએપથી જણાવ્યું હતું કે, ૨૨ માર્ચના એક સાથે તાળીઓ વગાડવાથી તેનાથી થતા વાઇબ્રેશનથી વાયરસ મૃત્યુ પામશે. આ ટ્વીટથી તેઓ ્ટ્રોલ થયા હતા અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ આ થિયરીને ખોટી કહી હતી. પછીથી બિગ બીએ આ ટ્વીટ ડિલીટ કરવી પડી હતી. ૨૫ માર્ચે એક વધુ ટ્વીટ્ના કારણે ટ્રોલ થયા હતા. તેમણે ટાંક્યુ હતું કે, કોરોના માખીઓથી ફેલાઇ શકે છે.
આ પછી મિનિસ્ટ્રી ઓફ હેલ્થના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આ વાતને ખોટી જણાવીને સ્પષ્ટતા કરી હતી કે આ ઇમ્ફેકશનથી ફેલાતી બીમારી છે ન કે માખીઓથી. આ પછી અભિતાભે આ ટ્વીટ પણ ડિલીટ કર્યું હતું. બીજી બાજુ કોરોનાથી પીડીત વ્યક્તિઓની મદદ ન કરવાની જાણકારી તેમણે ન આપી બોવાથી પણ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં પડી જઇને સવાલ ઊઠાવી રહ્યા છે.