બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને પાન મસાલા કંપનીને લીગલ નોટિસ ફટકારીને તેમને દર્શાવતી ટીવી એડવર્ટાઇઝમેન્ટનું પ્રસારણ તાત્કાલિક બંધ કરવાની તાકીદ કરી છે. નેશનલ એન્ટી ટોબેકો ઓર્ગેનાઇઝેશનની વિનંતી બાદ બચ્ચને ગયા ઓક્ટોબરમાં કમલા પસંદની ટીવી જાહેરખબર માટેના કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો હતો. આમ છતાં ટીવીમાં આ જાહેરખબર ચાલુ રહી હતી. ટોબેકોની ટીવીમાં જાહેરખબર માટે બચ્ચન સોસિયલ મીડિયામાં ટ્રોલ પણ થયા હતા.
તેમણે 11 ઓક્ટોબરે આ કંપની સાથેનો કરાર પૂરો કર્યો હતો. કરાર પૂરો થયો હોવા છતાં કંપનીએ આ જાહેરાતનું પ્રસારણ ચાલુ રાખ્યું છે. બિગ બીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે કમલા પસંદ કંપનીને ટીવી કર્મશિયલ જાહેરાતનું પ્રસારણ અટકાવવા માટે લીગલ નોટિસ મોકલી છે. એક્ટરના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે બચ્ચનની ઓફિસમાંથી જાણકારી મળી છે કે કમલા પસંદને ટીવી એડ બંધ કરવાની કાનૂની નોટિસ આપવામાં આવી છે.