BJP comes to power in Telangana
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (PTI Photo)

ઇન્સ્ટાગ્રામ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફોલોઅર્સની સંખ્યા એક કરોડ (10 મિલિયન)ના આંકને વટાવી ગઈ હતી. સંસદમાં કેટલાક સીમાચિહ્નરૂપ બિલોની મંજૂરી પછી આ સંખ્યામાં ભારે વધારો થયો છે.

ભાજપના ચાણક્ય ગણાવતા અમિત શાહના એક્સ(ટ્વીટર) પર 3.41 કરોડ, ઇન્ટા પર 1.07 કરોડ અને ફેસબુક પર 1.5 કરોડ ફોલોઅર્સ છે. તેઓ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફેસબુક પર 6.8 મિલિયન, ઇન્સ્ટાગ્રામ પર 5.1 મિલિયન અને એક્સ (ટ્વીટર) પર 24.7 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.

LEAVE A REPLY