કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મોટા બહેનનું સોમવારે મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. રાજેશ્વરીબેન શાહના નિધનને પગલે અમિત શાહે ગુજરાતમાં તેમની તમામ કાર્યક્રમો રદ કર્યાં હતાં.
ભાજપના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે રાજેશ્વરીબેન આશરે 60 વર્ષના હતા. તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે સોમવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતાં. બિમાર બહેનના મૃત્યુને પગલે અમિત શાહે તેમના દિવસના તમામ કાર્યક્રમો રદ કર્યા હતાં રાજેશ્વરીબેનના નશ્વર દેહને આજે સવારે અમદાવાદમાં અહીં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો અને તેમના અંતિમ સંસ્કાર બપોરે થલતેજ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યાં હતાં.