પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવામાં હજુ એક વર્ષનો સમય બચ્યો છે અમિત શાહ એ ચૂંટણીની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે. ચૂંટણી રણનીતિ બનાવવામાં ક્યાંક કોઈ ચૂક ન રહે અને આ મામલામાં ભાષાનો અવરોધ આવે તે માટે અમિત શાહ બંગાળી ભાષા શીખી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેના માટે તેઓએ એક શિક્ષણ રાખી દીધા છે. પ્રયાસ એવો છે કે બીજેપી અધ્યક્ષ બંગાળી ભાષા સમજવા લાગે અને પશ્ચિમ બંગાળની સભાઓમાં પોતાના ભાષણોની શરૂઆત બંગાળીમાં કરે, જેનાથી ભાષણ વધુ પ્રભાવી લાગે. મૂળે, બીજેપી ‘મિશન 250’ હેઠળ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવાની છે. પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જી બીજેપી અધ્યક્ષને બહારની વ્યક્તિ તરીકે સંબોધિત કરે છે.
અમિત શાહે ચૂંટણી રણનીતિમાં માહેર માનવામાં આવે છે અને દરેક ચૂંટણી માટે શાહ અલગ-અલગ રણનીતિ બનાવે છે. પરંતુ પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાામં ચૂકી જતાં અને ઝારખંડમાં પાર્ટીની હાર બાદ હવે અમિત શાહ બંગાળમાં ચૂંટણી કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે. તેના માટે જરૂરી છે કે કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સંકલન સ્થાનિક ભાષામાં જ કરવામાં આવે. તેથી જ આ રણનીતિ હેઠળ અમિત શાહ બંગાળી ભાષા શીખી રહ્યા છે. મમતા બેનર્જી ‘મા, માટી અને માનુષી’નો નારો બુલંદ કરતી રહી છે અને હાલના દિવસોમાં તેઓએ બંગાળી અસ્મિતાને ખૂબ હવા આપવાનો પ્રયાસ કર્યો છે.
પોતાની સભાઓમાં મમતા અમિત શાહને બહારની વ્યક્તિ તરીકે જ સંબોધિત કરે છે. અમિત શાહ ચાર ભાષા અને શાસ્ત્રીય સંગીત શીખી રહ્યા છેપશ્ચિમ બંગાળ બીજેપીના સીનિયર નેતાએ જણાવ્યું કે, અમિત શાહ બંગાળી શીખી રહ્યા છે તેમાં કંઈ નવું નથી. બીજેપી અધ્યક્ષ બંગાળી ઉપરાંત તમિલ એમ કુલ ચાર ભાષાઓ શીખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી હોવા છતાંય અમિત શાહની હિન્દી ઉપર સારી પકડ છે. જ્યારે અમિત શાહને બે વર્ષ ગુજરાતની બહાર રહેવાનો કોર્ટ આદેશ હતો તે સમયે તેમણે હિન્દી પર હથોટી મેળવી હતી. બહુ ઓછા લોકોને જાણ હશે કે અમિત શાહ શાસ્ત્રીય સંગીત પણ શીખી રહ્યા છે અને જ્યારે બહુ વ્યસ્ત ન હોય ત્યારે તેની પ્રેક્ટિસ પણ કરે છે.