બોલીવૂડના દિગ્ગજ નેતા આમિર ખાને ગત સપ્તાહે પોતાનો જન્મ દિન ઉજવીને તેના પ્રશંસકોને એક વાત જણાવીને આંચકો આપ્યો હતો. તે લોકપ્રિય છે, પરંતુ તે જાહેરમાં સક્રિય રહેવાનું પસંદ કરતો નથી. તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઘણા લાંબા સમય પછી બનાવ્યું હતું અને તે ટ્વિટર પર પણ ઓછો સક્રિય રહ્યા હતા.
તાજેતરમાં જ તેને જન્મદિને સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન મળ્યા હતા. તેણે શુભેચ્છા પાઠવવા બદલ દરેકનો આભાર માન્યો હતો અને એવી જાહેરાત કરી કે તેનાથી તેના ચાહકોને આંચકો લાગ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું હતું કે, હેલો મિત્રો, મારા જન્મદિને મને અભિનંદન આપવા બદલ તમારો આભાર. તમારી શુભકામનાઓથી મારું હૃદય ભરાયું છે. એક સમાચાર છે કે સોશિયલ મીડિયા પર આ મારી છેલ્લી પોસ્ટ હશે. હું વધુ સક્રિય છું તે જાણીને હવે હું આ દેખાડાને અહીં સમાપ્ત કરવા ઇચ્છું છું. આપણે હવે અગાઉની જેમ સંપર્ક કરીશું. એકેપી (આમિર ખાન પ્રોડક્શન્સ) એ પોતાની ચેનલ શરૂ કરી છે. તેથી તમને ત્યાં મારા અને મારી ચેનલ વિશેના તમામ અપડેટ્સ મળશે. આમિર ખાન હવે કરીના કપૂરની સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સરદારના ગેટઅપમાં આમિર ખાને તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર મુકી હતી.
તો બીજી તરફ ફિલ્મ અને ટીવી અભિનેતા સુશાંત સિંઘે પણ સોશિયલ મીડિયામાંથી થોડા સમય માટે વિરામ લેવાનું નક્કી કર્યું છે. તેણે તાજેતરમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું તે પોતાને રિબૂટ કરવા ઇચ્છે છે. અત્યારે સુશાંતનું ટ્વિટર અકાઉન્ટ બંધ છે. ઈન્સ્ટાગ્રામમાં સુશાંત સિંહે સ્ક્રીનશોટ શૅર કરીને કહ્યું હતું, ‘બ્રેક લઈ રહ્યો છું, સો.મીડિયા પ્લેટફોર્મ પરથી. રિબૂટ થવાની જરૂર છે.’ સુશાંતને પોતાના આ નિર્ણયનો મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. એક ફોલોઅરે કહ્યું હતું, ‘આ પણ જરૂરી છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘આ પણ સારું છે. અહીંયા માત્ર ઝેર જ છે.’ જોકે, અનેક લોકોએ તેને આવું ન કરવાની વિનંતી કરી હતી. તો કેટલાંક ફોલોઅર્સે મજાકમાં કહ્યું હતું કે તે પોતાનો ફોન તથા સોફ્ટવેરને અપડેટ કરે છે. સુશાંત સિંઘે ’16 ડિસેમ્બર’, ‘જોશ’, ‘સત્યા’, ‘બેબી’, ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે જાણીતા ટીવી શો ‘સાવધાન ઈન્ડિયા’માંથી ઘણો લોકપ્રિય બન્યો હતો. તેણે ભારત સરકાર વિરુદ્ધના ખેડૂત આંદોલનને પણ સમર્થન જાહેર કર્યું હતું.