ANI_20220723167
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેક અપ થયું હોવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલે છે. મલાઈકાથી છૂટા પડ્યા પછી અર્જુન કપૂર કુશા સાથે રહેતો હોવાની વાત બહાર આવી હતી. જોકે, અર્જુન અને મલાઈકાએ બ્રેક અપના સમાચારોને ખોટા ઠેરવ્યા છે. મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અર્જુન કપૂર સાથે બ્રન્ચ ડેટના ફોટોગ્રાફ પોસ્ટ કર્યા હતા, જ્યારે અર્જુન કપૂરે મલાઈકાની પોસ્ટ પર કોમેન્ટ કરી તેના પેટ ડોગના વખાણ કર્યા હતા. મલાઈકા અને અર્જુન વર્ષોથી સાથે રહે છે અને સમયાંતરે તેમના છૂટા પડવાની અટકળો ચાલતી રહે છે. અગાઉ અનેક વખત તે બંનેએ પોતાની પ્રેમ કહાનીનો અંત આવતા અટાકવ્યો છે. આ વખતે તેમણે બ્રેકઅપની અફવાને ખોટી ઠેરવવા માટે સોશિયલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા. મલાઈકા અને અર્જુનની જોડી અકબંધ હોવાના રીપોર્ટ વચ્ચે બોલિવૂડની કેટલીક નિષ્ફળ લવ સ્ટોરીની પણ ચર્ચા શરૂ થઈ છે. સેલિબ્રિટીઝની લવ સ્ટોરી લાંબુ ટકવામાં નિષ્ફળ રહી હોવાના અનેક કિસ્સા છે. બોલિવૂડમાં બ્રેક અને પેચ અપની ઘટનાઓ નવી નથી, પરંતુ એવા અનેક સ્ટાર્સ છે, જેમની વચ્ચે વર્ષો સુધી સંબંધ રહ્યા પછી તેમનું બ્રેક અપ થયું હોય.
દીપિકા-કેટરિના સાથે રણબીર  
શરૂઆતમાં રણબીર કપૂર બોલિવૂડના પ્લેબોય તરીકે ઓળખાતો હતો. રણબીર અને દીપિકાની જોડીએ ફિલ્મો ઉપરાંત વાસ્તવિક જીવનમાં પણ ચર્ચા જમાવી હતી. બે વર્ષ સુધી રણબીર અને દીપિકાએ ડેટિંગ કર્યું હતું. દીપિકાછી છૂટા પડ્યા પછી રણબીર કેટરિના સાથે ડેટિંગ કરતો હતો. તે બંને સાથે રજાઓ માણતા હતા. કહેવાય છે કે, તેઓ તેઓ લીવ ઈન રીલેશનશિપ્સમાં હતા. છ વર્ષ સુધી તેઓ સાથે રહ્યા હતા અને અંતે 2016માં છૂટા પડ્યા હતા.
સલમાન-કેટરિના કૈફ
સલમાન ખાન સાથ ડેટિંગ કર્યું હોય તેવી અભિનેત્રીઓની યાદી ઘણી લાંબી છે. સંગીતા બિજલાણી અને ઐશ્વર્યા રાયથી માંડીને કેટરિના કૈફ વગેરેનો સમાવેશ થાય છે. સાત વર્ષ સુધી સલમાન અને કેટરિના ડેટિંગ કરતા હતા. કેટરિનાની ઈચ્છા સલમાન સાથે લગ્ન કરવાની હતી, પરંતુ સલમાન ખાને ઈનકાર કરતાં કેટરિનાએ રણબીરનો હાથ પકડ્યો હતો. છૂટા પડ્યા પછી પણ સલમાન અને કેટરિના વચ્ચેના સંબંધ અતૂટ હતા. અત્યારે તેઓ ટાઈગર 3માં સાથે કામ કરી રહ્યા છે.
ટાઈગર-દિશા પટાણી
ટાઈગર શ્રોફ અને દિશા પટાણીએ ક્યારેય પોતાના સંબંધ જાહેર કર્યા નહોતા. તેઓ વારંવાર સાથે જોવા મળતા હતા. તે બંને સોશિયલ મીડિયામાં તેમના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને ઈશારામાં ઘણું બધું કહી જતા હતા. ટાઈગરના પિતા જેકી શ્રોફ સહિતના પરિવારજનો પણ દિશાને ખૂબ પસંદ કરતો હતા. ટાઈગર અને દિશાની પ્રેમ કહાની જગજાહેર હતી. છ વર્ષ સુધી સંબંધમાં રહ્યા પછી તેઓ અલગ થઇ ગયા છે. દિશા પટાણી હવે એલેક્ઝાન્ડર એલેક્સને ડેટ કરતી હોવાનું કહેવાય છે. દિશા અવાર-નવાર એલેક્સ સાથેના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતી રહે છે. અગાઉ ટાઈગરના કિસ્સામાં પણ દિશાએ સંબંધને સ્વીકાર્યા વગર આ જ રીતે પોતાની લાગણી જાહેર કરી હતી.
બિપાશા બાસુ-જોન અબ્રાહમ
ડેટિંગ કરવાના નામે બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચા જોન અબ્રાહમ અને બિપાશા બાસુની હતી. તેમણે લાંબો સમય સુધી ડેટિંગ કર્યું હતું. બંને વચ્ચે નવ વર્ષ સુધી ગાઢ સંબંધ રહ્યા પછી તેમના સંબંધનો અંત આવ્યો હતો. જિસ્મ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ નજીક આવ્યા હતા. 2011માં તેમનું બ્રેકઅપ થયું હતું અને ત્યારથી તેઓ છૂટા પડી ગયા છે. જોકે, તેમણે ક્યારેય એકબીજા પર આક્ષેપો કર્યા નથી. જોન અને બિપાશા અલગ-અલગ પાત્ર સાથે અત્યારે દામ્પત્ય જીવન માણી રહ્યા હતા.
શાહિદ-કરીના  
શાહિદ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ જબ વી મેટ બ્લોકબસ્ટર રહી હતી. તેમની કેમેસ્ટ્રી અંગત જીવનમાં પણ જામી ગઈ હતી. તેઓ તેમના સંબંધની બાબતે ખૂબ જ ગંભીર હતા. તેઓ ટૂંક સમયમાં લગ્ન કરે તેવી શક્યતા હતી, પરંતુ કોઇ કારણોસર તેમની વચ્ચેનો સંબંધ તૂટી ગયો હતો. પછી કરીનાએ સૈફ અલી ખાન સાથે અને શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.
સુષ્મિતા સેન-રોહમન શોલ
સુષ્મિતા સેનના અફેર્સની યાદી પણ ઘણી લાંબી છે. તેમાં બોલિવૂડ સ્ટાર્સથી લઇને મોટા ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થાય છે. રણદીપ હુડ્ડાથી છુટા પડ્યા પછી સુષ્મિતા સેન અને રોહમન શોલ ડેટિંગ કરતા હતા. ત્રણ વર્ષ સુધી સંબંધ રાખ્યા પછી તેઓ છૂટ પડ્યા હતા અને સુષ્મિતાએ આ અંગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્પષ્ટ વાતો જણાવી હતી.
રિતિક રોશન-સુઝાન ખાન
ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતા રિતિક રોશન અને સુઝાન ખાનને બોલિવૂડનું પાવર કપલ ગણવામાં આવતું હતું. તેમનું દામ્પત્ય જીવન 14 વર્ષ સુધી ટક્યું હતું. તેમના છૂટા પડવાના ખબરે સૌને ચોંકાવ્યા હતા. કહેવાય છે કે, છૂટાછેડા માટે સુઝાનને અધધધ… નાણા મળ્યા હતા. જોકે, છૂટા પડ્યા પછી પણ તેઓ પોતાના સંતાનો માટે અવાર-નવાર ભેગા થાય છે અને ક્વોલિટી ટાઈમ એન્જોય કરે છે. રિતિક રોશન અત્યારે સબા આઝાદને ડેટિંગ કરી રહ્યો છે, જ્યારે સુઝાન ઘણીવાર અર્સલન ગોની સાથે જોવા મળે છે.

LEAVE A REPLY