Asian Media Group hosted, Sir Starmer's breakfast meeting with key leaders

ગયા મહિને [ઓક્ટોબર 15], તેમણે એશિયન મીડિયા ગ્રુપ, ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાત સમાચાર સાપ્તાહિકોના પ્રકાશકો દ્વારા કેટલાક મુખ્ય આગેવાનો સાથે લેબર નેતા સર કેર સ્ટાર્મરની બ્રેકફાસ્ટ મીટીંગ આયોજિત કરાઇ હતી.

આ બેઠકમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે “અમે એશિયન બિઝનેસીસ સાથે ચર્ચા કરી રહ્યા છીએ, અત્યંત મહત્વપૂર્ણ નેતાઓને પૂછીએ છીએ કે તેમની ચિંતાના ક્ષેત્રો કયા છે. તે મીટિંગના આઉટકમને હું લેબર સરકારના વિચારમાં પ્રતિબિંબિત કરું છું. તે ખરેખર વિકાસશીલ છે અને પ્રભાવિત કરી રહ્યાં છે, તેથી તે રૂમમાંના લોકો આગામી લેબર સરકારને પ્રભાવિત કરશે.’’

સર કેર અને બિઝનેસ લીડર્સે ચૅથમ હાઉસના નિયમો હેઠળ વાત કરી હતી, જેનો અર્થ છે કે કોણે શું કહ્યું તે અમે જાણી શકતા નથી.

એક મુખ્ય ચિંતા એ હતી કે દક્ષિણ એશિયનોના બિઝનેસીસ ખાસ કરીને રોગચાળા દરમિયાન બેંકો દ્વારા નાણાકીય મદદ મેળવવામાં અસમર્થ રહ્યા હતા. તેઓ એ પણ જાણવા માગતા હતા કે લેબર કેવી રીતે તેમના બિઝનેસીસને ખીલવામાં મદદ કરશે. બિઝનેસ લીડર્સે ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર લેબર પાર્ટીની સ્થિતિ અંગે જાણકારી પણ માંગી હતી. બ્રેક્ઝિટ પછી વેપાર અને નીતિઓમાં સુસંગતતાના અભાવ વિશે પણ પૂછાયું હતું. તો બ્રિટનમાં ડોકટરો સહિત કૌશલ્યની અછત હોવાનું લેબર લીડરને કહ્યું હતું.

સર કેરે જણાવ્યું હતું કે “મારો ચોક્કસ મુદ્દો બ્રેક્ઝિટ પછીનો છે – અમે 230 થી 240 મિલિયન લોકોનું બજાર છોડી દીધું છે. હવે છેલ્લા ત્રણ કે ચાર વર્ષમાં અમારી અડધી નિકાસ EU ને કરવી ખૂબ જ મુશ્કેલ છે, જે વાર્ષિક £350 મિલિયનના અડધાથી પણ ઓછી છે. હું ભારત સાથે વેપાર સંધિનું મહત્વ સમજુ છું સાથે સાથે યુરોપમાં ઉત્પાદન અને નિકાસ બંને ઇચ્છું છું.’’

હવે FTAની દિવાળી સુધીની સમયમર્યાદા પસાર થઈ ગઈ. બીજી તરફ યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની ભારતીય ઇમિગ્રન્ટ્સના વિઝાનો ભંગ વિશેની ખોટી ટિપ્પણીઓથી નવી દિલ્હી ખુશ નથી. આ બેઠકમાં ડોકટરોની ક્લિનિકલ ટ્રાયલ માટેની જરૂર, GPની અછત, દેશમાં વૃદ્ધ વસ્તીની સંખ્યા, NHSના બજેટ, શિક્ષાત્મક પેન્શન નિયમો અને તેના કર્મચારીઓની સંખ્યા વગેરે અંગે રજૂઆત કરાઇ હતી.

સર કેરે કહ્યું હતું કે ‘’હું સમસ્યાઓ વિશે જાણું છું અને લેબર વધુ ડોકટરો માટે પ્રતિબદ્ધ છે અને ગયા મહિને લેબર કોન્ફરન્સમાં તે જાહેર કર્યું હતું.’’

શેડો બિઝનેસ મિનિસ્ટર અને ફેલ્ધમ અને હેસ્ટનના લેબર સાંસદ સીમા મલ્હોત્રાએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે બ્રિટનને મદદ કરનાર ઈમિગ્રેશન પ્રાથમિકતા રહે તે મહત્વનું છે. આ સરકાર દ્વારા તે કેવી રીતે હેન્ડલ કરે છે તે અંગે અમે ચિંતિત છીએ, ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ અને અન્ય વિઝા મુદ્દાઓની આસપાસ. અમે અમારી શેડો હોમ ઑફિસ ટીમ અને યવેટ કૂપર [શેડો હોમ સેક્રેટરી] સાથે કામ કરીશું. ઐતિહાસિક રીતે, લેબર સરકારની હાઇલી સ્કીલ્ડ વિઝા વર્કર સ્કીમ સાથે ઘણા ભારતીયો બ્રિટન આવવા સક્ષમ બન્યા હતા. અમે જોઈ રહ્યા છીએ કે અમારા બિઝનેસીસ કેવી રીતે સમૃદ્ધ થઈ શકે છે, અને અમારા રાષ્ટ્રો ફરીથી વધુ નજીક આવવા માટે કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે.”

મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘’કેટલાક એવા ક્ષેત્રો છે કે જેમાં આપણે મુક્ત વ્યાપાર કરાર માટે પૃષ્ઠભૂમિ તરીકે ચાલુ રાખવાની જરૂર છે. જેનાથી સંબંધો સ્થાપિત થશે, તેમજ રાજકીય માળખાની સ્થિરતા કોઈપણ કરારને સફળ થવામાં મદદ કરશે. લેબર સાઉથ એશિયન સમુદાયો અને બિઝનેસીસ માટે ખુલ્લું હતું અને અમે તેમને સાંભળીએ છીએ”.

સર કેરે કહ્યું હતું કે યુકે નવીન છે, અને કોવિડ રસીના ઉત્પાદને તે સાબિત કર્યું. પરંતુ તેમણે દાવો કર્યો કે સરકાર ઈનોવેટર્સને રોકી રહી છે.

લેબર નેતાએ દક્ષિણ એશિયાના બિઝનેસ લીડર્સને નિયમિતપણે મળવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું.

સર કેરે બ્રિટનના આગામી વડા પ્રધાન અંગે જણાવ્યું હતું કે “હું એવી આશા રાખું છું, અને હું સંપૂર્ણ નિર્ધારિત છું કે અમે આગામી સામાન્ય ચૂંટણી જીતીશું. અંતે તે બ્રિટિશ જનતાનો નિર્ણય છે, પરંતુ તેઓ હવે જોઈ શકે છે તે લેબર પાર્ટીમાં પરિવર્તન થઇ રહ્યું છે, લેબર પાર્ટી શાસન કરવા માટે તૈયાર છે. તેમણે 12 વર્ષની નિષ્ફળતા, 12 વર્ષના નીચા વિકાસ અને 12 વર્ષના સ્થિર વેતનની અધ્યક્ષતાવાળી સરકારની સંપૂર્ણ ક્ષતિઓ સાથેના કામિકેઝ બજેટથી આપણા અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે. લોકો પરિવર્તન માટે પોકાર કરી રહ્યા છે.”

LEAVE A REPLY