અમેરિકાના નેશવીલની પ્રાઇવેટ એલિમેન્ટરી સ્કૂલમાં સોમવારે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કરેલા ફાયરિંગમાં ત્રણ બાળકો અને ત્રણ સ્ટાફના મોત થયા હતા. પોલીસે શૂટરને પણ ઠાર કર્યો હતો. પોલીસ વડા જ્હોન ડ્રેકએ શંકાસ્પદનું તરીકે 28 વર્ષના ઓડ્રે હેલ નામ આપ્યું હતું, તેની ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ થઈ હતી.
ઓડ્રે હેલે ઓછામાં ઓછી બે એસોલ્ટ રાઈફલ્સ અને હેન્ડગન સાથે કોવેનન્ટ સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. હેલ એક બાજુના પ્રવેશદ્વાર દ્વારા શાળામાં પ્રવેશ્યો હતો. પોલીસ દ્વારા ગોળી મારવામાં આવે તે પહેલાં, બિલ્ડિંગમાંથી આગળ વધતી વખતે અનેક ગોળી ચલાવી હતી.
કોવેનન્ટ સ્કૂલની અંદર ગોળીબાર કરતા પહેલા ઓડ્રે હેલનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો. અહેવાલો અનુસાર, હેલે 2022માં ચિત્ર અને ગ્રાફિક ડિઝાઇનની ડિગ્રી સાથે નોસી કોલેજ ઓફ આર્ટમાંથી સ્નાતક થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઓડ્રે હેલે એક મેનિફેસ્ટો મૂકી ગયો હતો. તેમાં કોવેનન્ટ સ્કૂલના નકશા હતા જેમાં પ્રવેશ-બહારના બિંદુઓ અને સીસીટીવી કેમેરા એકમો દર્શાવવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ઓડ્રે હેલ “કાયદાના અમલીકર સંસ્થાઓ સાથેના મુકાબલો માટે તૈયાર હતી. મેનિફેસ્ટો સૂચવે છે કે શાળા એ બહુવિધ સ્થાનોમાંથી એક જ હતી જ્યાં હેલે સામૂહિક ગોળીબારની યોજના બનાવી હતી.
પોલીસ વડા જોન ડ્રેકએ પત્રકારોને જણાવ્યું હતું આ હુમલાનો હેતુ તરત જ જાણી શકાયો ન હતો, પરંતુ શંકાસ્પદ વ્યક્તિએ શાળાના વિગતવાર નકશાઓ દોર્યા હતા, જેમાં બિલ્ડિંગ માટેના એન્ટ્રી પોઇન્ટનો સમાવેશ થાય છે