પાકિસ્તાનમાં ઇમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવા માટે અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી પાકિસ્તાન પર દબાણ કરવામાં આવ્યું હોવાનો મીડિયા હાઉસ ઇન્ટરસેપ્ટે દાવો કર્યો છે.
પાકિસ્તાન સરકારના ગોપનીય દસ્તાવેજને આધારે દાવો કરાયો છે કે યુક્રેન-રશિયા યુદ્ધ વખતે ઇમરાન ખાને નિષ્પક્ષ વલણ અપનાવતા અમેરિકા નારાજ થયું હતું. અમેરિકાના વિદેશ વિભાગે 7 માર્ચ 2022એ પાકિસ્તાનના અધિકારીઓ સાથેની બેઠકમાં ઇમરાનને હટાવવાનું દબાણ કર્યું હતું. સિક્રેટ નામના દસ્તાવેજમાં જણાવાયું છે કે અમેરિકાના સેન્ટ્રલ એશિયાના વધારાના સચિવ ડોનાલ્ડ લૂએ પાકિસ્તાનના તત્કાલિન રાજદૂત માજિદ ખાન પર આવું દબાણ કર્યું હતું. ઇમરાન પણ લાંબા સમયથી આક્ષેપ કરી રહ્યાં છે કે અમેરિકાના ષડયંત્રને કારણે તખ્તાપલટ થયો હતો.