અમેરિકાના સીએટલમાં શરૂ થયેલી જ્ઞાતિગત ભેદભાવ સામેની લડાઈ હવે કેનેડાના ટોરોન્ટો સુધી પહોંચી છે, જ્યાં બંને પક્ષોમાં આ મામલે વિરોધાભાસ જોવા મળે છે, એક પક્ષ જ્ઞાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધની તરફેણ કરે છે અને જ્યારે બીજો પક્ષ આવી કોઈપણ કાર્યવાહીનો વિરોધ કરે છે. આવી લડાઇ એક ડિસ્ટ્રિક્ટ સ્કૂલમાં જોવા મળી હતી.
ગત મહિને, સીએટલની સ્થાનિક કાઉન્સિલે જ્ઞાતિગત ભેદભાવ દૂર કરવાનો ઠરાવ બહુમતીથી પસાર કર્યો હતો, જે ઇન્ડિયન અમેરિકન રાજનેતા અને અર્થશાસ્ત્રીએ મુક્યો હતો. આવો ઠરાવ પસાર કરનારૂં સીએટલ અમેરિકાનું પ્રથમ શહેર હતું. ઉચ્ચ જ્ઞાતિના હિન્દુ ક્ષમા સાવંતે રજૂ કરેલો ઠરાવ સીએટલ સિટી કાઉન્સિલે છ વિરુદ્ધ એક મતથી મંજૂર કર્યો હતો. અમેરિકામાં જ્ઞાતિગત ભેદભાવના મુદ્દે મતના પરિણામોની દૂરગામી અસરો પડી શકે છે.

ટોરોન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (TDSB) સમક્ષ વિચારણા માટે આવી દરખાસ્ત લાવવામાં જ્ઞાતિ ભેદભાવના સમર્થકો સફળ થયા હતા. બોર્ડે 8 માર્ચે યોજાયેલી મીટિંગમાં, આ મુદ્દાનો અભ્યાસ કરવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે એક તટસ્થ નિરીક્ષક તરીકે ઓન્ટારિયો હ્યુમન રાઇટ્સ કમિશનને જવાબદારી સોંપી છે. આ અંગે બોર્ડે નોંધ્યું હતું કે તેની પાસે આ મુદ્દે પર્યાપ્ત કુશળતા નથી.

TDSBનું આ પગલું સીએટલ સિટી કાઉન્સિલમાં 21 ફેબ્રુઆરીના મતદાન પછી આવ્યું છે, તેમણે જ્ઞાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કર્યો હતો. આવી શરૂઆત કરનાર સીએટલ ભારત બહાર આવું કરનાર પ્રથમ શહેર બન્યું છે. સીએટલ સિટી કાઉન્સિલર સાવંતે TDSB સભ્યોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “આ પ્રસ્તાવનો સ્વીકાર જ ટોરોન્ટોની તમામ જાહેર સ્કૂલના વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક વાતાવરણમાં અનેક પ્રકારના જ્ઞાતિ ભેદભાવનો અનુભવ કરી શકે છે, જેમાં જ્ઞાતિગત લાંછન, સામાજિક અને ઓનલાઇન ભેદભાવનો સમાવેશ થાય છે.”

બીજી તરફ, તેની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવી રહેલા કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA)એ જણાવ્યું હતું કે, એક સમુદાયને અલગ કરવાને કારણે કેનેડિયન સાઉથ એશિયન વિદેશીઓનો નોંધપાત્ર વિરોધ થયો હતો.
CoHNA કેનેડાએ સમુદાયને 21 હજારથી વધુ ઇમેઇલ્સ મોકલવામાં અને ટ્રસ્ટીઓને તેમની રજૂઆતો કરવામાં માટે અસંખ્ય ફોન કોલ્સ કરવામાં મદદ કરી હતી. નોર્થ યોર્કમાં TDSB ઓફિસે પણ મતદાન થઇ રહ્યું હતું ત્યારે મોટાપાયે તેની સામે દેખાવો કરાયા હતા, સમુદાયના રહેવાસીઓએ તેમને સાંભળવામાં આવે તેની ખાતરી મેળવવા માટે કલાકો સુધી ઠંડા હવામાનમાં રહ્યા હતા. CoHNAના પ્રેસિડેન્ટ નિકુંજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આ સંસ્થાનવાદ જ છે, જેમાં નિષ્પક્ષ રહેનારા સાંસદો હિન્દુફોબિક ટીપ્પણી કરે છે અને તીરસ્કાર ગ્રુપો દ્વારા કરવામાં આવેલ અપમાનજનક પ્રચારનો પડઘો પાડે છે.”

LEAVE A REPLY