અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ રવિવારે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરર્વ્યુમાં તેમણે અમેરિકાનાં અર્થતંત્રને ચીનથી અલગ કરવાની સંભાવનાં પર ચર્ચા કરી, ચીન અમેરિકાનાં માલ-સામનનું એક મહત્વનું ખરીદદાર છે, ટ્રમ્પે શરૂઆતમાં સ્ટીવ હિલ્ટનને કહ્યું કે ચીન સાથે વેપાર નથી કરવો અને બાદમાં તેનાથી અલગ થવાની વાત કરવા લાગ્યા.
તેમણે કહ્યું કે જો ચીન અમેરિકાની સાથે યોગ્ય વ્યવહાર નથી કરતું તો ચોક્કસપણે અમેરિકાની અર્થવ્યવસ્થાને અલગ કરવાનાં પ્રયાસો કરશે, જાન્યુઆરીમાં આંશિંક ફેઝ-1 વ્યાપાર સોદા પર પહોંચતા પહેલા જ ટ્રમ્પે ચીન સાથે એક વ્યાપક વ્યાપાર યુધ્ધ કરી લીધું છે.
ટ્રમ્પે ફેઝ-2માં ચર્ચા કરતા પહેલા એવું કહીને ચીન માટે દરવાજા બંધ કરી દીધા હતા કે તે બિંજીગ દ્વારા ફેલાવવામાં આવેલા રોગચાળાને પહોંચી વળવાનાં ઉપાયોથી નાખુશ છે. જુનમાં અમેરિકાનાં ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મેનુચિને કહ્યું કે અમેરિકા અને ચીનનાં અર્થતંત્ર એકબીજાથી અલગ થવાનું પરિણામ એ આવશે કે અમેરિકાની કંપનીઓને ચીનનાં અર્થતંત્રમાં યોગ્ય અને બરાબરીનાં આધારે સ્પર્ધા કરવાની પરવાનગી નહીં મળે.