પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ચાર અગ્રણી ભારતીય અને ભારતીય-અમેરિકન મહિલાઓનું તેમની સિદ્ધિઓ અને સમાજમાં યોગદાન માટે ન્યૂયોર્કમાં સન્માન કરાયું હતું. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન (FIA) દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ, નીના સિંઘ, ડૉ. ઈન્દુ લ્યુ અને મેઘા દેસાઇનું સન્માન કરાયું હતું.

FIAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહારાણી રાધિકારાજે ગાયકવાડ તેમના પરોપકારી કાર્ય દ્વારા શિક્ષણ અને સમાજના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ એક સ્વપ્નદ્રષ્ટા છે

નીના સિંઘ ન્યુ જર્સીમાં પ્રથમ ભારતીય અને શીખ મહિલા મેયર છે અને તેઓ માનસિક સુખાકારી અને સામુદાયિક જોડાણ માટેના તેમના સમર્પણ માટે જાણીતા છે.

ડૉ. ઈન્દુ લ્યુ આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં અસાધારણ નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે. તેઓ ક્લિનિકલ ફાર્માસિસ્ટમાંથી RWJ બાર્નાબાસ હેલ્થના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઓફ સ્ટાફ બન્યા છે. દેસાઈ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ મેઘા દેસાઇ ગ્રામીણ ભારતમાં આરોગ્ય અને આજીવિકામાં સુધારો કરવા માટે કામગીરી કરી રહ્યાં છે.

LEAVE A REPLY