(AP/PTI)
ઘરઆંગણે પહેલીવાર ટી-20 વર્લ્ડ કપમાં રમી રહેલા અમેરિકાએ ગયા સપ્તાહે ગુરૂવારે ડલ્લાસમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવી ભારે સનસનાટી મચાવી દીધી હતી.
અમેરિકાનો સુકાની મોનાંક પટેલ આ વિજયમાં હીરો રહ્યો હતો.પાકિસ્તાનને પહેલા બેટિંગમાં ઉતાર્યા પછી અમેરિકાના બોલર્સે તેને જંગી સ્કોર કરવા દીધો નહોતો અને પાકિસ્તાને સાત વિકેટે 159 કર્યા હતા.
ચમત્કારિક કહી શકાય એવા મુકાબલામાં પ્રથમ તો અમેરિકાના બેટર્સે ફક્ત ત્રણ વિકેટ ગુમાવી 159 કરી નાખ્યા હતા, જેના પગલે મેચ સુપર ઓવરમાં ગઈ હતી. મોનાંક પટેલે અડધી સદી કરી હતી, તો બીજા બે બેટર્સે 35 અને 36 રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી કોઈ બેટર અડધી સદી સુધી પહોંચી શક્યો નહોતો.એ પછી સુપર ઓવરમાં અમેરિકાએ 3 એક્સ્ટ્રા સાથે 18 રન કર્યા હતા, તો પાકિસ્તાન ફક્ત 13 રન કરી શક્યું હતું.

LEAVE A REPLY