અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો પર ફેરવિચારણા કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી સ્પોક્સપર્સન જોન કિર્બીએ કહ્યું કે પ્રેસિડન્ટ બાઇડન સાઉદી અરેબિયાની સાથે અમેરિકાના સંબંધો પર ફેરવિચારણા કરી રહ્યા છે. રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે ક્રૂડ ઓઈલના ભાવ વધી ગયા છે.ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે 5 ઓક્ટોબરે ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો, જેનાથી અમેરિકા ખૂબ નારાજ છે.
અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે સાઉદી અરબ ઓઇલ પ્રોડક્શનમાં કાપ મૂકીને રશિયાને સાથ આપી રહ્યું છે. આ મુદ્દો ફક્ત યુક્રેન યુદ્ધ માટે ચિંતાજનક છે એવું નથી, પરંતુ આ અમેરિકાના રાષ્ટ્રીય હિતોનો પણ મામલો છે. ઉત્પાદન ઓછું કરીને ઓપેકના નિર્ણયથી વૈશ્વિક માર્કેટમાં ક્રૂડના ભાવ હજુ વધી જશે. અમેરિકી પ્રેસિડન્ટ બાઇડને ઓપેકના આ નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો છે.
બીજી તરફ સાઉદી અરબનું કહેવું છે કે ક્રૂડની આંતરરાષ્ટ્રીય કીંમતોને સ્થિર રાખવા માટે તેણે ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. આ કાપનો નિર્ણય કોઈ દેશના સમર્થન કે વિરોધ સાથે જોડાયેલો નથી, પરંતુ તેની અસર ભારત પર પણ પડી શકે છે, આવું એટલા માટે કે ભારત પોતાની જરુરિયાતને પૂર્ણ કરવા માટે 80 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે.
અમેરિકા લગભગ 18 ટકા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. જ્યારે એ પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઓપેક અને ખાડી દેશોથી ઓઇલની આયાત કરે છે. 1977માં અમેરિકા ઓપેક પર વધુ નિર્ભર હતું.
ઓપેક અમેરિકા તેની પેટ્રોલિયમ આયાતના 70 ટકા અને ક્રૂડ ઓઇલની આયાતના 85 ટકા હિસ્સો એક્સપોર્ટ કરતું હતું. તે ઘટીને 2020માં અમેરિકાની કુલ પેટ્રોલિયન આયાતમાં ઓપેકની ભાગીદારી ફક્ત 11 ટકા હતી અને અમેરિકી ક્રૂડ ઓઇલની આયાતમાં તેની ભાગીદારી 14 ટકા જ રહી હતી. સૌથી મોટા ઓપેક નિકાસકાર સાઉદી અરબ, અમેરિકાના કુલ પેટ્રોલિયન આયાતના 7 ટકા અને અમેરિકી ક્રૂડ ઓઇલના આયાતના 8 ટકા ભાગીદાર હતું. સાઉદી અરબ ખાડી દેશોથી અમેરિકી પેટ્રોલિયમ આયાતનો સૌથી મોટો નિકાસ કરનાર દેશ છે.