સુરતના મહુવામાં મંગળવારે અંબિકા નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થઈ ગયા હતા. જોરાવરપીરની દરગાહ માથું ટેકવવા માટે ગયેલા પરિવારની સાથે બનેલી ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિવારના છ સભ્યોમાંથી અંબિકા નદીમાં ડૂબી ગયેલા 4 મહિલા સહિત પાંચ લોકોમાંથી બે મહિલાઓની લાશ મળી હતી.
આ પરિવાર અંબિકા નદીમાં નહાવા માટે ઉતર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા જાવીદશા સલીમશા ફકીર (36)ના પત્ની, માતા અને ભાઈ સહિત 6 લોકો કુમકોતર ગામની સીમમાં આવેલી જોરાવરપીરની દરગાહ ગયા હતા. દરગાહથી પરત ફરતી વખતે તેઓ અંબિકા નદીમાં નહાવા માટે ગયા હતા અને જ્યાં એક પછી એક એમ પાંચ લોકો ડૂબી ગયા હતા.
બનાવની જાણ થતાં આસપાસમાંથી લોકો દો઼ડી આવ્યા હતા અને ડૂબી ગયેલા પાંચેયની તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક તરવૈયાઓને બે મહિલાઓની લાશ મળી આવી હતી.