અબુધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના દ્વારા અત્યારે ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. તાજેતરમાં 30થી વધારે દેશોના રાજદૂતોએ આ મંદિરના નિર્માણ કાર્યની મુલાકાત લીધી હતી અને જે જોઇને સહુ પ્રભાવિત થયા હતા. મિડલ ઇસ્ટ અખાતી દેશોમાં આ પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર બની રહ્યુ છે. મંદિરોના પથ્થરો પર અદભુત કોતરણી કરવામાં આવી રહી છે. જેમાં વિશ્વભરની સંસ્કૃતિ અને કલાની ઝલક જોવા મળશે તેવું કહેવાય છે.
યુએઈસ્થિત ઇન્ડિયન એમ્બેસીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, જાપાન, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, ઈઝરાયેલ, બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને નાઈજિરિયા સહિત 30 દેશોના પ્રતિનિધિઓએ મંદિરની મુલાકાત લીધી હતી. ઇન્ડિયન એમ્બેસી દ્વારા આ તમામને મંદિરના નિર્માણ કાર્યથી માહિતગાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 2018માં વડાપ્રધાન મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

LEAVE A REPLY