ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર અનમોલ મુંબઈ ખાતે 20 ફેબ્રુઆરી 2021ના રોજ ક્રિશા શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા છે. અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ઘર ‘સી વિન્ડ’ ખાતે અનમોલ અને ક્રિશાના લગ્ન યોજાયા હતા. અનમોલ અને ક્રિશાના લગ્નની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતી. જેમાં ડેકોરેશનથી માંડીને કપલના લગ્નની તસવીરો અને વિડીયો સામે આવ્યા હતા. અનમોલ અને ક્રિશાના લગ્નમાં મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તેમજ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાના પેરેન્ટ્સ પણ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ લગ્નસમારંભમાં અમિતાભ બચ્ચન અને જય બચ્ચન પોતાની પુત્રી શ્વેતા બચ્ચન નંદન સાથે ઉપસ્થિત રહ્યાં હતા. એનસીપીના નેતા સુપ્રીયા સુલે, રિમા રૈન, પિન્કી રેડ્ડી અને ફેશનલ ડિઝાઇનર સંદીપ ખોસલા સહિતના સેલિબ્રિટી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
મીડિયા અહેવાલ મુજબ ક્રિશા શાહના પિતા સ્વર્ગસ્થ નિકુંજ શાહ નિકુંજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. તે બે ભાઈ-બહેન છે. તેના ભાઈનું નામ મિશાલ અને બહેનનું નામ નૃતિ છે.ક્રિશા શાહે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં તેમનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું અને સામાજિક નીતિ-વિકાસમાં ડિગ્રી લીધી હતી..અનમોલે ડિસેમ્બર 2021માં જ ક્રિશા સાથે સગાઈ કરી હતી.