Amazon funds conversions, RSS Weekly
સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં સિલિકોન વેલીમાં એમેઝોનનું હેડક્વાર્ટર (istockphoto.com)

ગુજરાતના લઘુ અને નાના ઉદ્યોગે વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરી શકે છે તે માટે રાજ્ય સરકારે સોમવારે વિશ્વની અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે એક સમજૂતી કરી કરે છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ગુજરાત સરકારના માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતી હેઠળ એમેઝોન ઈન્ડિયા નિકાસ માટે ક્ષમતામાં વધારો કરશે. તેનાથી રાજ્યના MSME લાખો ઉદ્યોગોની મેડ ઈન ઇન્ડિયા અને મેડ ઇન ગુજરાત પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ગ્રાહકો સુધી સરળતાથી પહોંચતી થશે.
એમેઝોન ખાસ કરીને ગુજરાતના લઘુ ઉદ્યોગોની ટેક્ષ્ટાઈલ, જેમ્સ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓ તેમજ હેલ્થકેર પ્રોડક્ટ, હર્બલ પ્રોડક્ટ, ઓર્ગેનિક પ્રોડક્ટ માટે વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે

૨૦૨૦-૨૧ ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં ૨૧ ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું ટોચનું રાજ્ય બન્યું છે. એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિત ના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચડવામાં સહાયરૂપ બનશે.