દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનો મોબાઈલ ફોન પણ હેક થઈ ગયો છે. જેફના મોબાઈલમાં એક વોટસએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજ રિસિવ કરતાની સાથે જ ફોન હેક થઈ ગયો હતો.એવુ કહેવાય છે કે જે નંબરથી જેફને મેસેજ મોકલાયો હતો તે નંબર સાઉદીના પ્રિન્સ મહોમ્મદ બીન સલમાનનો હતો.
જેકના ફોનમાંથી ઘણો ડેટા પણ ચોરી થયો છે. એવુ મનાય છે કે, જેફ અને સાઉદી પ્રિન્સ વચ્ચે વાતચીત થઈ રહી હતી અને તે વખતે પ્રિન્સના મોબાઈલ પરથી આ મેસેજ મોકલાયો હતો. આ મેસેજ સાથે એક વિડિયો હતો.તેમાં જે ફાઈલ હતી તે જેફના ફોનમાં ઘૂસણખોરી કરવા માટે જ ડિઝાઈન કરાઈ હતી.
આ પહેલા પણ જેફ બેઝોસની ખાનગી વાતો એગ ગોસિપ મેગેઝીને જાહેર કરી હતી. હવે ફોન હેક થયાના મીડિયા રિપોર્ટસ પ્રકાશિત થયા બાદ જેફનુ માનવુ છે કે, સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખગોશીના મર્ડર અંકે વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલોથી સાઉદી પ્રિન્સ ખુશ નહોતા. ઉલ્લેખનીય છે કે, વોશિંગ્ટન પોસ્ટ અખબાર બેઝોસની માલિકીનુ છે.