વિશ્વની ટોચની ઈ-કોમર્સ કંપની એમેઝોન અગાઉના અંદાજ કરતાં વધુ કર્મચારીઓને પિન્ક સ્લીપ આપશે. કંપની કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની યોજનાના ભાગરૂપે 18,000 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન્ડી જેસીએ બુધવાર, 4 જાન્યુઆરીએ સ્ટાફ નોટમાં આ જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે છટણીના નિર્ણયોની 18 જાન્યુઆરી માહિતી અપાશે.કંપનીના ઈ-કોમર્સ અને એચઆર ડિપાર્ટમેન્ટને સૌથી વધુ અસર થશે.
સૌથી ચોંકાવાનારી બાબત તો એ છે કે કંપનીએ અગાઉ જાહેર કરેલ છટણીના અગાઉના કરતા આ નવો અંદાજ લગભગ બમણો છે. આ આશંકા સૂચવે છે કે ગ્લોબલ ટેક્નોલોજી સેક્ટરમાં મંદી આગામી સમયમાં વધુ ગાઢ બનશે.
એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ બુધવારે સ્ટાફને મોકલેલા મેમોમાં 18,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. છટણીની શરૂઆત ગયા વર્ષે થઈ ત્યારે અંદાજે 10,000નો હતો. આ પ્રક્રિયા ખાસ કરીને એમેઝોનના રિટેલ ડિપાર્ટમેન્ટ અને હ્યુમન રીસોર્સ રિક્રૂટિંગ જેવા વિભાગોમાં કંપનીના કોર્પોરેટ રેન્ક પર ફોકસ હશે.
આ કાપ એમેઝોનના આશરે 300,000 વ્યક્તિઓના કોર્પોરેટ વર્કફોર્સના 6% જેટલો છે અને રિટેલર માટે યુ-ટર્નનો સંકેત છે, કારણ કે કંપનીએ અગાઉ પ્રતિભા માટે વધુ આક્રમક રીતે સ્પર્ધા કરવા માટે તાજેતરમાં તેની બેઝ પે સીલિંગને બમણી કરી છે.