આઇઆઇટી-બોમ્બેની 1998ની બેન્ચના આશરે 200 વિદ્યાર્થીઓએ સિલ્વર જ્યુબિલી રિયુનિયન સેલિબ્રેશનના ભાગરુપે પોતાની શિક્ષણ સંસ્થાને આશરે રૂ.57 કરોડનું દાન આપ્યું છે. એક જ ક્લાસના વિદ્યાર્થીઓએ આપેલું આ સૌથી મોટું યોગદાન છે.
અગાઉ ગોલ્ડન જ્યુબિલિ સેલિબ્રેશન વખતે 1971ના ક્લાસના વિદ્યાર્થીઓએ રૂ.41 કરોડનું દાન આપ્યું હતું. દાન આપનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેકના મેનેજિંગ ડિરેક્ટર અપૂર્વ સક્સેના, પીક XVના મેનેજિંગ ડિરેક્ટર શૈલેન્દ્ર સિંહ તથા ટોચના વૈશ્વિક એક્ઝિક્યુટિવ્સ વેક્ટર કેપિટલના એમડી અનુપમ બેનર્જી, એઆઈ રિસર્ચના દિલીપ જ્યોર્જ, ગૂગલ ડીપમાઇન્ડ, ગ્રેટ લર્નિંગ સીઈઓ મોહન લકાહમરાજુ, સિલિકોન વેલી ઉદ્યોગસાહસિક સુંદર ઐયર તથા એચીસીએલના ચીફ ગ્રોથ ઓફિસર અમેરિકાના શ્રીકાંત શેટ્ટીનો સમાવેશ થાય છે.