Father-in-law who attacked son-in-law gets 8 years imprisonment
(Photo Illustration by Ian WaldieGetty Images)

કોવેન્ટ્રીમાં લિથલ્સ લેન ખાતે રહેતા 60 વર્ષીય અલ્તાફ મહમૂદે તેની બે પત્નીઓ પૈકી એક પત્ની, 51 વર્ષીય યાસ્મીન શાહિદ પર હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી પરંતુ જણાવ્યું હતું કે તેનો ઈરાદો તેની હત્યા કરવાનો ન હતો. અલ્તાફ પર પત્ની પર હુમલો કરવા અંગે ટ્રાયલ ચાલી રહી છે.

શ્રીમતી શાહિદ ગયા વર્ષે 27 જૂનના રોજ કોવેન્ટ્રીની મારિયા સ્ટ્રીટમાંથી ઘાયલ મળી આવી હતી.  તેના પર હુમલો કરી માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ કરાઇ હતી. ઓળખ છુપાવવાના પ્રયાસ તરીકે માસ્ક પહેરીને તેણીને વારંવાર માથા પર ઇજા કરાઇ હતી.

બે હાર્ટ એટેકનો ભોગ બનેલા પિતાને મળીને પાકિસ્તાનથી પાછા ફરેલા શ્રીમતી શાહિદ તેમના પતિને કહ્યા વિના મિડલ્સબરો ગયા પછી તેમના સંબંધો બગડ્યા હતા.