પ્રોફિનિયમ પાર્ટનર્સના અલ્પેશ પટેલને અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર સેવાઓ માટે OBE એનાયત

0
596

પ્રોફિનિયમ પાર્ટનર્સના સ્થાપક અલ્પેશ બિપિનભાઇ પટેલને મહારાણીના જન્મ દિને અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સેવાઓ બદલ OBE એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મૂળ ગુજરાતના કરમસદના વતની અને આર્મલી, લીડ્સ ખાતે ઉછરેલા અલ્પેશ પટેલ યુકે સરકારના આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગના ડીલમેકર તરીકે સ્થાન સંભાળે છે. તેઓ બેરિસ્ટર ઉપરાંત ફાઇનાન્સિયલ ટાઇમ્સના લેખક અને ભૂતપૂર્વ કૉલમિસ્ટ છે તેમજ બ્લૂમબર્ગ ટીવીના પ્રેઝન્ટર છે. તેઓ લૂમ્બા ટ્રસ્ટના સહ-અધ્યક્ષ અને ચેથામ હાઉસની પૂર્વ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપે છે. તેઓ વિશ્વની સૌથી મોટી ઉદ્યોગસાહસિક માર્ગદર્શન સંસ્થા TiE -UK ના સહ-સ્થાપક છે. સામાજિક ગતિશીલતા માટે નાણાકીય સાક્ષરતા લાવતી વેબાસાઇટ્સ www.theeinsteinchallenge.com અને www.investing-champions.com ના સ્થાપક છે. તેઓ ઑક્સફોર્ડ યુનિવર્સિટીના બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીના ફેલો પણ છે.

તેમણે એલિયટ એંગેલ માટે યુ.એસ. કોંગ્રેસમાં કામ કર્યું છે અને લો એન્ડ ફીલોસોફી તેમજ પોલિટીક્સ અને ઇકોનોમીમાં ડિગ્રી ધરાવે છે.