ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને કોપ-26ના ભૂતપૂર્વ પ્રમુખ સર આલોક શર્માએ ચાર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા બુલિઇંગના અને “તેઓ મુશ્કેલ, અણધાર્યા અને ઝડપથી ગુસ્સે થતા હોવાના આરોપોને “મજબૂતપણે” નકારી કાઢ્યા છે. 2019 થી 2022 સુધી કેબિનેટમાં રહેલા સર આલોક શર્માએ કહ્યું હતું કે તેમની સામે ફરિયાદનો કોઈ રેકોર્ડ નથી કે કોઈપણ અનૌપચારિક ફરિયાદો વિશે ક્યારેય જાણ કરવામાં આવી નથી.
બ્લૂમબર્ગ સાથે વાત કરનારા ચાર અનામી સિવિલ સર્વન્ટ્સના જણાવ્યા મુજબ, શર્માએ સ્ટાફ સામે ગાળો બોલી હતી અને એક જુનિયર અધિકારીને રડાવ્યા હતા. ચારમાંથી બેએ કહ્યું હતું કે રોગચાળા દરમિયાન તેમની વર્તણૂક બુલિઇંગ સમાન હતી. એક વખત શર્માએ અણધારી રીતે અધિકારીઓને માઇક્રોસોફ્ટ ટીમ્સ પરના તેમના કાર્યની ટીકા કરવા કહ્યું હતું. નોકરી છોડનાર એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના દબાણનો સામનો કરવા માટે તેમને એન્ટીડિપ્રેસન્ટ્સ અને માનસિક સ્વાસ્થ્ય સહાય પર આધાર રાખવો પડ્યો હતો.