યુકેની આગામી ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના પ્રમુખ આલોક શર્માએ સાત મહિનામાં 30થી વધુ દેશોની મુસાફરી કરી હતી. જેમાંના 7 દેશો તો રેડ લીસ્ટ દેશો હતા અને મિનિસ્ટર માટે ઉપલબ્ધ છૂટનો ઉપયોગ કરીને તેમણે પરત ફર્યા બાદ ક્વોરેન્ટાઇન કર્યું ન હતું.
શર્માના બચાવમાં સરકારે કહ્યું હતું કે સીઓપી-26 પહેલા તેમની રૂબરૂ બેઠકો “નિર્ણાયક” હતી. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, રેડ લિસ્ટ દેશ બાંગ્લાદેશથી પરત ફર્યાના થોડા દિવસો પછી તેમણે પ્રાથમિક શાળાની મુલાકાત લેતા પહેલા પ્રિન્સ ચાર્લ્સ સાથે બેઠક કરી હતી. શર્માએ જાન્યુઆરીમાં બિઝનેસ સેક્રેટરી તરીકેનું પદ છોડી દીધું હતુ. COP26 – યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચાન્સ કોન્ફરન્સ નવેમ્બરમાં ગ્લાસગોમાં યોજાવાની છે. શર્માની ટર્કી અને બાંગ્લાદેશ જેવા રેડ લિસ્ટ દેશોની યાત્રાએથી પરત ફર્યા બાદ ક્વોરેન્ટાઇન નહિં કરવા બદલ ટીકા કરવામાં આવી રહી છે.