(PTI Photo/R Senthilkumar)

ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલની બીજા તબક્કાની મેચનો કાર્યક્રમ સોમવારે જાહેર કરી દીધો હતો. એ મુજબ આ વર્ષે ચૂંટણીના સંજોગોમાં સ્પર્ધાની કેટલીક મેચ ભારત બહાર યોજાય તેવી શક્યતા હતી, પણ હવે નક્કી થઈ ગયું છે કે તમામ મેચ ભારતમાં જ રમાશે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયાના થોડા દિવસો પછી બોર્ડે બાકીની મેચનો કાર્યક્રમ સોમવારે જાહેર કર્યો હતો, તે મુજબ ફાઈનલ 26મી મેના રોજ ચેન્નાઈમાં રમાશે.

તે ઉપરાંત, 24 મેના રોજ ક્વોલિફાયર ટુ મેચ પણ ચેન્નાઈમાં રમાશે, જ્યારે ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચો 21 અને 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. લીગ સ્ટેજની છેલ્લી મેચ 19મી મેના રોજ રમાશે. ગયા વર્ષે ફાઈનલ અમદાવાદમાં રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બનતા આ વર્ષની ફાઈનલ ડીફેન્ડીંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ ઉપર રમાશે.

LEAVE A REPLY