કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે તમામ પક્ષોએ સામૂહિક પ્રયાસ કરવો જોઈએ, જે રાષ્ટ્ર અને માનવતા માટે સારું રહેશે. જો કોઈ એક પુરુષ એક સ્ત્રી સાથે લગ્ન કરે તો તે સ્વાભાવિક છે. પરંતુ જો કોઈ એક વ્યક્તિ ચાર લગ્ન કરવા જાય તો તે અકુદરતી છે. તેથી પ્રગતિશીલ અને શિક્ષિત મુસ્લિમો આવું કરતા નથી. સમાજમાં ગુણાત્મક પરિવર્તન આવવું જોઈએ. તે કોઈ ધર્મ કે સંપ્રદાયની વિરુદ્ધ નથી. આપણે સાથે મળીને રાષ્ટ્રનો વિકાસ કરવો જોઈએ. શું કોઈ પણ ધર્મની સ્ત્રીઓ, પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય કે શીખ હોય, તેમને સમાન અધિકાર ન મળવા જોઈએ?