ગુજરાતના વિધાનસભાની આગામી વર્ષે ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના પ્રધાનમંડળમાં તમામ નવા ચહેરાને સ્થાન આપીને મોટો જુગાર ખેલ્યો છે. આનાથી ચૂંટણીમાં કેવા પરિણામ મળશે તે તો ભવિષ્યમાં ખબર પડશે, પરંતુ મોદી-શાહની જોડીએ તમામ જૂના પ્રધાનોને ઘેર બેસાડીને ગુજરાતની જનતાને બ્રાન્ડ ન્યૂ સરકાર આપી દીધી છે.
જૂના પ્રધાનોએ આ નવી થીયરનો શરૂઆતમાં ખેંચતાણ કરી હતી. નારાજ પ્રધાનોએ બેઠકો પણ યોજી હતી, પરંતુ 15 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં તમામ લોકો શાંત થઈ ગયા હતા.એક ધારાસભ્યે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપના ટોચના નેતાએ પણ હાઇકમાન્ડના આદેશનું પાલન કરવું પડ્યું હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહને પડકાર આપવાની કોઇ નેતામાં હાલ ક્ષમતા નથી.