ANI Photo)

ઉત્તરપ્રદેશના અલીગઢના એક કારીગરે અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર માટે 400 કિલોગ્રામનું તાળું બનાવ્યું છે. કારીગર સત્યપ્રકાશ શર્માએ વિશ્વનું સૌથી મોટું તાળું બનાવવા માટે મહિનાઓ સુધી મહેનત કરી, જેને એ હવે વર્ષના અંતમાં રામ મંદિર વ્યવસ્થાપકોને ભેટ સ્વરુપે આપવાની યોજના બનાવી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક પદાધિકારીએ કહ્યું કે તેમને મોટી સંખ્યામાં ભક્તો પાસેથી પ્રસાદ મળી રહ્યો છે અને હવે એ જોવું પડશે કે તાળાનો ઉપયોગ કયાં કરવામાં આવી શકે છે.

તેમણે રામમંદિરને ધ્યાનમાં રાખીને ચાર ફૂટ લાંબી ચાવીથી ખુલે તેવું વિશાળ તાળું બનાવ્યું છે. જે 10 ફૂટ ઊંચુ, 4.5 ફૂટ પહોળુ અને 9.5 ઇંચ મોટું છે. આ તાળાના આ વર્ષના આરંભમાં અલીગઢ વાર્ષિક પ્રદર્શનીમાં પ્રદર્શિત કરાયું હતું

LEAVE A REPLY