આલિયા ભટ્ટ અત્યારે તેના પ્રેગ્નન્સી ટાઈમની મજા માણી રહી છે અને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તાજેતરમાં રિલીઝ થયેલી તેની નવી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ને મળેલી સફળતાથી તે ખૂબ ખુશ છે. આ ફિલ્મને આલિયા ભટ્ટ અને શાહરુખ ખાને સાથે મળીને પ્રોડ્યુસ કરી છે અને તેમાં આલિયા ભટ્ટ મુખ્ય કિરદાર ભજવ્યું છે. આલિયા અને શાહરુખ અગાઉ ફિલ્મ ‘ડીઅર જિંદગી’ માં સાથે નજર આવી ચૂક્યા છે અને આ ફિલ્મને દર્શકો તરફથી પોઝિટિવ રિએક્શન મળ્યા હતા અને બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ સફળ રહી હતી. આલિયા શાહરુખ સાથે સ્પેશિયલ બોન્ડિંગ ધરાવે છે અને એક ઈન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ શાહરુખ સાથે તેના ગાઢ સંબંધ અને ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.
શાહરુખ વિશે પોતાના વિચારો રજુ કરતા આલિયાએ કહ્યું હતું કે, હું તેમની સાથે દરરોજ તો વાત નથી કરતી અને મારે તેમની સાથે એવા રિલેશન્સ છે કે, મારે તેમની સાથે ફોર્મલ વાત કરવાની જરૂર પણ નથી પડતી. મારું તેમની સાથે ઈન્ટરેક્શન એકદમ સરળ છે અને તેમને પણ તે જ ગમે છે. તેમને મારા માટે અને મને તેમના માટે ખૂબ જ માન છે. તેઓ ખૂબ જ બીઝી હોય છે પરંતુ ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ ની દરેક ઈમ્પોર્ટન્ટ ઈવેન્ટમાં તેઓ હાજર રહ્યા છે. તેઓ ફિલ્મના મુહૂર્ત સમયે પણ હાજર રહ્યા હતા. મને યાદ છે કે તે સમયે અમે એક જ સ્ટુડિયોમાં શૂટ કરી રહ્યા હતા. એક તરફ, તેઓ ‘પઠાણ’ નું શૂટિંગ કરી રહ્યા હતા તો બીજી તરફ, અમારી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ નું શૂટિંગ શરુ થવાનું હતું. તેઓ કોઈને ઈન્ફોર્મ કર્યા વગર જ સેટ પર પહોંચી ગયા હતા. ફિલ્મમાં શેફાલી શાહના શૂટિંગના છેલ્લા દિવસે પણ તેઓ આવ્યા હતા અને અમારા સૌનો જુસ્સો વધાર્યો હતો.
આ સાથે જ, આલિયાએ ઉમેર્યું હતું કે, અમારી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ જોયા પછી તેમણે મારો આભાર માન્યો હતો અને ફિલ્મ ખૂબ જ સરસ બની છે તેમ કહ્યું હતું. આ ઉપરાંત, તેમણે ભવિષ્યમાં અમારે બંનેએ સાથે મળીને ફિલ્મો બનાવવી જોઈએ તેવી પણ ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. ફરી એકવાર, હું તેમની સાથે શૂટિંગ કરવા ઉત્સુક છું કારણ કે મને ખબર છે હજુ તો મારા કરિયરની શરૂઆતનો સમય છે અને મારે હજુ તેમની પાસેથી ઘણું શીખવાનું બાકી છે. કોઈપણ ફિલ્મ મેકર્સ અમને બંને ને સાથે કાસ્ટ કરવાનું નથી વિચારી રહ્યા અને તેવી કોઈ ફિલ્મ પણ ઓફર થઈ નથી પરંતુ હું આશા રાખું છું કે, ટૂંક સમયમાં જ એવી કોઈ સ્ક્રિપ્ટની ઓફર અમારી સામે આવશે.