યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તે હવે હોલીવૂડમાં પદાર્પણ કરવાની ઇચ્છા રાખે છે. કહેવાય છે કે, આલિયા પોતાની પ્રથમ હોલીવૂડ ફિલ્મની જાહેરાત આવતા વર્ષે કરશે. સૂત્રો કહે છે કે, આલિયાએ ટોપ ઇન્ટરનેશનલ ટેલન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ પૈકીની એક ડબલ્યૂએમઇ સાથે એક અગ્રીમેન્ટ કર્યો છે, જે મુજબ તે આવતા વર્ષની શરૂઆતમાં એક હોલીવૂડ સ્ટુડિયો સાથે પોતાના પ્રોજેક્ટની જાહેરાત કરશે.
જોકે આ પ્રોજેક્ટ વિશેની વધુ કોઇ માહિતી ઉપલબ્ધ નથી. ચર્ચા એવી છે કે,આલિયા આ ફિલ્મની કહાનીથી આકર્ષિત થઇ છે અને તે માટે ફિલ્મમાં કરવા ઉત્સાહિત છે.