બ્રિટનની સરહદો ચેનલ ક્રોસિંગ પરથી આવનાર માઈગ્રન્ટથી ભરાઈ ગઈ છે ત્યારે નાની બોટોમાં આ વર્ષે આવેલા 10,000 અલ્બેનિયન માઇગ્રન્ટસના કારણે ગુનાખોરીનો ભય વધી ગયો છે એમ હોમ ઓફિસના અધિકારીઓએ ગઈકાલે સ્વીકાર્યું હતું.
બોર્ડર ફોર્સ માટેના ચેનલ થ્રેટ કમાન્ડર ડેન ઓ’મહોનીએ જણાવ્યું હતું કે ‘’અલ્બેનિયાની પુખ્ત પુરૂષ વસ્તીના 2 ટકા જેટલા લોકો નાની બોટમાં યુકે ગયા હતા. તેમણે નોર્ધર્ન ફ્રાન્સમાં પગ જમાવ્યો છે. અલ્બેનિયન ક્રિમીનલ ગેંગના સભ્યો ડ્રગ્સના વેપાર, માનવ તસ્કરી, બંદૂકો અને વેશ્યાવૃત્તિમાં પ્રભુત્વ ધરાવે છે.’’
આ વર્ષે કુલ 12,000 અલ્બેનિયન માઇગ્રન્ટ્સ નાની હોડીઓમાં યુકે આવ્યા હતા. જે સંખ્યા ગયા વર્ષે 800 અને 2020 માં 50 હતી. મોટાભાગના અલ્બેનિયન માઇગ્રન્ટ્સે એસાયલમની અરજીઓ કરી હતી અને તે માટે આધુનિક ગુલામીનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો “ઇરાદાપૂર્વક સિસ્ટમનો દુરૂપયોગ કરી રહ્યા છે.