અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. તેમની નવી ફિલ્મ બડે મિંયા છોટે મિંયાની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને કલાકારો એકશન અને સ્ટંટમાં માહેર હોવાથી આ ફિલ્મમાં ભરપૂર એકશન દ્રશ્યો જોવા મળશે. આ ફિલ્મની હિરોઇન વિશે હજી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
ફિલ્મનું ટીઝર રજુ કરવામાં આવ્યું છે. જેમાં અક્ષય અને ટાઇગર સ્ટાઇલિશ રીતે ફાઇટ કરતા જોવા મળે છે. ટીઝરને વિદેશી ફિલ્મોને અનુસરીને બનાવામાં આવ્યું છે. આ ટીઝરમાં જોવા મળે છે કે, થોડી ફાઇટ પછી અક્ષય ટાઇગરને પૂછે છે કે, તુ અહીં શું કરી રહ્યો છે અને તારી કઇ ફિલ્મ આવવાની છે, ત્યારે ટાઇગર કહે છે કે, વર્ષ 2023માં ક્રિસમસમાં છોટે મિયાં. જ્યારે અક્ષય કહે છે કે, મારી બડે મિયાં રિલીઝ થવાની છે.
તું મારી સાથે ટકરાવાનો છે, તો ચાલ સાથે આવી જા. આ ફિલ્મનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફર કરવાના છે. જેમણે ટાઇગર ઝિન્દા હૈ અને સુલ્તાન જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે.
