બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ થઈ ગયો છે. આ વાતની જાણકારી અભિનેતાએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને સન્માનિત દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, તેથી અક્ષય કુમાર કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર સાથે ભારતીય પ્રતિનિધિમંડળ તરીકે કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જવાનો હતો.
અક્ષય કુમારે ટ્વિટ કરતા લખ્યુ કે, કાન 2022માં ભારતીય પેવેલિયનમાં આપણા સિનેમા માટે હું ઘણો જ ઉત્સાહમાં હતો, પરંતુ દુઃખની વાત એ છે કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આરામ કરીશ. કાન માટે અનુરાગ ઠાકુર તથા તેમની ટીમને અઢળક શુભેચ્છા.આ બીજી વખત છે જ્યારે અક્ષય કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉ, રામ સેતુના શૂટિંગ દરમિયાન અભિનેતા અને ક્રૂના ઘણા લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યાર બાદ શૂટિંગ રોકાઇ ગઇ હતી.