ફોટો સૌજન્ય Tristan Fewings/Pool via REUTERS

વડા પ્રધાન ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિએ પતિની શાસક કન્ઝર્વેટિવ પાર્ટી માટેની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં ઝંપલાવ્યું છે અને “રસ્તાના દરેક પગલે” પતિ ઋષિ સાથે ચાલવાની ઇન્સ્ટાગ્રામ પરના એક સંદેશ સાથે જાહેરાત કરી છે. 44 વર્ષીય અક્ષતા પાંચ સપ્તાહથી વધુ લાંબી પ્રચાર ઝુંબેશ માટે પુત્રીઓ 12 વર્ષની કૃષ્ણા અને 11 વર્ષની અનુષ્કા સાથે પ્રચાર કરવા સંપૂર્ણ બળ સાથે બહાર આવે તેવી અપેક્ષા છે.

વિકેન્ડમાં સોશિયલ મીડિયા પર “અક્ષતા અને ઋષિ”ના હસ્તાક્ષર સાથે શેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે “લોકો હંમેશા અમને પૂછે છે કે તમારામાં સૌથી સામાન્ય વસ્તુ કઈ છે? તો તેનો જવાબ છે કે અમારા મૂલ્યોને અમે શેર કરીએ છીએ,અમે એવી માન્યતા શેર કરીએ છીએ કે સખત મહેનત નક્કી કરશે કે તમે જીવનમાં ક્યાં જશો, તમારા બોલ્ડ પગલાં તફાવત લાવશે અને અમારા બાળકો વધુ સારી દુનિયાનો વારસો મેળવશે. અમારૂ ફોકસ “વેલ્યુ ધેટ મેટર – મૂલ્યો જે મહત્વપૂર્ણ છે” પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

તાજેતરમાં જ અક્ષતાએ શાળાના બાળકો માટે “લેસન્સ એટ 10” નામનો કાર્યક્રમ અને બીજા વિશ્વ યુદ્ધના ડી-ડે લેન્ડિંગ્સની યાદમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં રાજકીય મંચ પરથી તેઓ પતિના પ્રીમિયરશિપના સમર્થનમાં આગળ આવ્યા હતા અને પતિ સુનકને “બેસ્ટ ફ્રેન્ડ” તરીકે રજૂ કર્યા હતા.

LEAVE A REPLY