સરકારની તાજેતરની બજેટ નીતિ પત્ની અક્ષતા મૂર્તિની ચાઇલ્ડ કેર ફર્મને લાભ આપી શકે છે તેવા આક્ષેપ સાથે યુકેના વિપક્ષો વડા પ્રધાન ઋષિ સુનક પર દબાણ બનાવી રહ્યા છે.
ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ, કોરુ કિડ્સ લિમિટેડમાં શેરહોલ્ડર છે જે લોકોને ચાઇલ્ડ માઇન્ડર બનવા માટે પ્રોત્સાહિત કરે છે. દાવો કરાય છે કે તેમની કંપનીને આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલ સ્પ્રિંગ બજેટમાં રજૂ કરાયેલ નવી પાયલોટ સ્કીમથી લાભ મળે તેવી શક્યતા છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું છે કે સુનકે આ બાબતે યુકેના મિનિસ્ટરીયલ કોડનું પાલન કર્યું હતું.