Rishi Sunak announced wife Akshata's share after investigation

ઋષિ સુનકે કહ્યું છે કે તેમનો ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ બ્રિટિશ એશિયન તરીકેની તેમની બેવડી ઓળખને રજૂ કરે છે.

બે બાળકોના પિતા ઋષિ સુનકે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું છે કે “હું ક્રિકેટનો મોટો ચાહક છું. હું હમણાં જ મારી હે દિકરીઓને તે શીખવી રહ્યો છું. તે ખૂબ જ રોમાંચક રહ્યું. મજાની વાત તો એ છે કે, આજે હું એવા વ્યક્તિને મળ્યો જે ક્રિકેટ બેટ બનાવતી નાની કંપની ચલાવે છે. જ્યારે હું નાનો હતો ત્યારે હું ખરેખર તે બેટનો ઉપયોગ રમવા માટે કરતો હતો, કારણ કે તે અમારી શાળામાં હતા. હું દિકરીઓ, અનુષ્કા અને ક્રિષ્નાની આસપાસની બાબતોને હળવી રાખવાનો પ્રયાસ કરૂ છું અને તેઓ સારી શ્રોતા છે, કારણ કે મારી દીકરીઓ હવે એવી ઉંમરની થઇ રહી છે જ્યાં હું ખાતરી કરવા માંગુ છું કે તેઓ તેમના માતાપિતા સાથે વાત કરી શકે”.

સ્ટેનફર્ડમાં પોતાની પત્નીને મળેલા સુનકે, અક્ષતા વિષે કહ્યું હતું કે ‘’સૌથી મહત્વની બાબત એ છે કે “તમે જેને પ્રેમ કરો છો તેનો આદર કરો. મને મારી પત્ની માટે ખૂબ જ આદર છે, સાથે જ તેણીને પ્રેમ કરું છું અને તેની ખૂબ કાળજી રાખું છું. તે મારા માટે એક પ્રચંડ ટેકો છે. તે એક બિઝનેસવુમન, એક વ્યક્તિ અને માતા તરીકે કરે છે. તેથી જ હું તેના પ્રેમમાં પડ્યો હતો. હું ખૂબ નસીબદાર છું કે તેણી મારા જીવનમાં છે.’’

LEAVE A REPLY