Akshata Murthy earns Rs.68 crore from Infosys dividend
(Photo by Toby Melville - Pool / Getty Images)

તાજેતરમાં ભારતની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામ અને તેની સાથે ડિવિડન્ડની જાહેરાત કરી હતી. તેનાથી સીધો ફાયદો યુકેના વડાપ્રધાન રિશિ સુનકના ઘર સુધી પહોંચ્યો હતો. રિશિ સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી છે. ઈન્ફોસિસે ડિવિડન્ડની જાહેરાત કરી તેના કારણે અક્ષતા મૂર્તિને રૂ.68 કરોડથી વધુ આવક થશે. 

કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે શેર દીઠ 17.50ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. રિશિ સુનકના પત્ની અક્ષતા પાસે તેમના પિતાની કંપનીમાં 1.07 ટકા ઇક્વિટી હિસ્સો છે. ડિસેમ્બર 2023ના લેટેસ્ટ આંકડા પ્રમાણે તેઓ ઈન્ફોસિસના 3.89 કરોડ શેરના માલિક છે. 

યુકેના વડાપ્રધાનના પત્ની અક્ષતા મૂર્તિ પાસે ઈન્ફોસિસના 3,89,57,096 શેર છે. દરેક શેર પર રૂ.17.50 ડિવિડન્ડની જાહેરાત કરાઇ હતી. જોકેઆ માટે તેમણે રેકોર્ડ ડેટ સુધી ઈન્ફોસિસના બધા શેર હોલ્ડ કરી રાખવા પડશે.

યુકેમાં રિશુ સુનક વડાપ્રધાન બન્યા તે અગાઉથી તેમના પત્નીના ટેક્સ સ્ટેટસ અંગે વિવાદ શરૂ થયો હતો. ખાસ કરીને વિરોધપક્ષોએ અક્ષતા મૂર્તિને ટાર્ગેટ કર્યા હતા અને તેઓ યુકેમાં ટેક્સ નથી ભરતા તેવો આરોપ કર્યો હતો. અક્ષતા મૂર્તિ નોન-ડોમિસાઈલ ટેક્સ સ્ટેટસ ધરાવે છે તેથી તેઓ વિદેશમાં જે આવક થાય તેના પર યુકેમાં ટેક્સ ભરવા બંધાયેલા નથી.

આ આક્ષેપોનો જવાબ આપતા રિશિ સુનકે એક વખત કહ્યું હતું કે અક્ષતા તેના દેશ (ભારત)ને પસંદ કરે છે અને અંતે તે માતાપિતાની સેવા કરવા માટે સ્વદેશ પરત જશે. તેણે કહ્યું હતું કે અક્ષતા મૂર્તિ ભારત સાથેના તેના સંબંધો તોડી નાખે તેમ કહેવું યોગ્ય નહીં ગણાય. અક્ષતાને તેનો દેશ (ભારત) પસંદ છે અને મને મારો દેશ (યુકે) પસંદ છે. હું ક્યારેય બ્રિટિશ સિટિઝનશિપ છોડવાનું વિચારીશ નહીં. 

LEAVE A REPLY