
રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિત સિંહનું ગુરુવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 86 વર્ષની હતી. અજિત સિંહ 22 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા અને મંગળવારે રાત્રે તેમની તબિયત કથળી હતી અને તેમને ગુરૂગ્રામ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના દીકરા ચૌધરી અજિત સિંહ 7 વખત બાગપતથી સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રહી ચુક્યા છે. જાટ સમુદાયના મોટા નેતાઓમાં ચૌધરી અજિત સિંહની પણ ગણના થતી હતી.
